સેલેબ લાઈફ:સલીમ ખાન-હેલનની દત્તક લીધેલી દીકરી અર્પિતા છે, ભાઈ સલમાનની એકદમ નિકટ, ક્યારેક ઈન્ટીરિયર ડિઝાઈનિંગ ફર્મમાં કામ કરતી હતી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સમયે અર્પિતા ખાનના સંબંધો એક્ટર અર્જુન કપૂર સાથે હતા
  • અર્પિતા ફિલ્મ પ્રોડ્યૂસર બનવા માગે છે

સલમાન ખાનની બહેન અર્પિતાને કોરોના થયો હોવાની વાતને કારણે ચર્ચામાં આવી છે. સલમાન ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરી હતી કે તેની બહેન અર્પિતાને કોરોના થયો હતો અને હવે તે પૂરી રીતે સ્વસ્થ છે. અર્પિતાની વાત કરીએ તો તે સલીમ ખાન તથા હેલનની દત્તક લીધેલી દીકરી છે. જોકે, ખાન પરિવાર તેને સૌથી પ્રેમ કરે છે. અર્પિતા ખાસ કરીને સલમાનની ઘણી જ નિકટ છે.

હેલન-સલીમ ખાને દત્તક લીધી હતી
1981માં સલીમ ખાને જ્યારે હેલન સાથે બીજા લગ્ન કર્યાં હતા. તેમને કોઈ સંતાન નહોતું અને પછી બંનેએ એક દીકરી દત્તક લેવાનું વિચાર્યું હતું. આ રીતે અર્પિતા ખાન પરિવારમાં આવી હતી. સલીમ ખાનના બાળકોમાં સૌથી મોટો સલમાન, પછી અરબાઝ, સોહેલ, અલવિરા અને સૌથી નાની અર્પિતા છે.

ફેશન માર્કેટિંગમાં ગ્રેજ્યુએટ
લાઈટ-કેમેરાથી દૂર રહેતી અર્પિતાએ લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ફેશન માર્કેટિંગ તથા મેનેજમેન્ટની ડિગ્રી લીધી છે. તે મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગ ફર્મમાં કામ કરતી હતી.

ભવિષ્યમાં ફિલ્મ પ્રોડ્યૂસ કરવા માગે છે
અર્પિતા ફિલ્મથી દૂર છે, પરંતુ તે ભવિષ્યમાં ફિલ્મ પ્રોડક્શનમાં નસીબ અજમાવવા માગે છે. આ ઉપરાંત તેને પોતાની ફેશન બ્રાન્ડ લૉન્ચ કરવાની ઈચ્છા છે.

આયુષ શર્મા સાથે લગ્ન
8 નવેમ્બર, 2014ના રોજ અર્પિતાએ આયુષ શર્મા સાથે હૈદરાબાદની હોટલ ફલકનુમા પેલેસમાં લગ્ન કર્યા હતા. 2016માં દીકરા આહિલનો જન્મ થયો હતો. સલમાન ખાનના જન્મદિવસ પર એટલે કે 27 ડિસેમ્બર, 2019ના રોજ દીકરી આયાતને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આયુષ હિમાચલ પ્રદેશના પોલિટિશિયન અનિલ શર્માનો દીકરો તથા સુખરામ શર્માનો પૌત્ર છે. આયુષે 'લવયાત્રી' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. અર્પિતા એક સમયે અર્જુન કપૂરને ડેટ કરતી હતી.