તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:પિતાનું કોરોનાને કારણે અવસાન, સલમાન ખાને કર્ણાટકના 18 વર્ષીય યુવકને રાશન ને એજ્યુકેશનલ ઈક્વિપ્મેન્ટ મોકલાવ્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • સલમાન ખાન ફ્રન્ટ લાઈન વર્કર્સને ફૂડ પેકેટ્સ આપી રહ્યો છે
  • સલમાને ઈન્દોરમાં બ્લડ પ્લાઝમા ડોનેશનની વ્યવસ્થા કરી હતી

બોલિવૂડ એક્ટર સલમાન ખાન મેડિકલ ઈક્વિપ્મેન્ટ્સ, ઓક્સિજન સિલિન્ડર્સ ઉપરાંત BMCના ફ્રન્ટલાઈન વર્કર્સ, ડૉક્ટર્સ તથા પોલીસ સ્ટાફને ફૂડ પેકેટ્સ આપી રહ્યો છે. હાલમાં જ સલમાને કર્ણાટકના 18 વર્ષીય યુવકને નાણાકીય મદદ કરી હતી. આ યુવકના પિતાનું કોવિડ 19ને કારણે નિધન થયું હતું.

સલમાનની ટીમ સાથે કામ કરતાં રાહુલ એસ કનલે કહ્યું હતું કે સલમાને તે યુવકને રાશન તથા એજ્યુકેશન ઈક્વિપ્મેન્ટ્સ પૂરા પાડ્યા હતા. આટલું જ નહીં સલમાને આશ્વાસન આપ્યું હતું કે તેને કોઈ પણ જાતની જરૂર હોય તો તે કહી શકે છે.

સલમાને કહ્યું, બહાર જાઓ અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો
વધુમાં રાહુલે કહ્યું હતું કે સલમાન દિલનો બહુ મોટો વ્યક્તિ છે. તેણે પોતાની ટીમને એમ કહ્યું છે કે તમે લોકો બહાર જાઓ અને જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, તે તમામની મદદ કરો. સલમાનને કોઈ પણ મદદ માટે વિનંતી કરે છે, તો તે પોતાની રીતે તેને મદદ પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે કે સલમાન હાલમાં રોજના 5 હજાર ફ્રન્ટલાઈન વર્કર્સને ફૂડ પેકેટ આપી રહ્યો છે. આ ઉપરાંત ઈન્દોરમાં 180 બ્લડ પ્લાઝમા ડોનેશનની વ્યવસ્થા કરી હતી.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 13 મે ઈદના રોજ ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ' રિલીઝ થશે. આ ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ તથા રણદીપ હુડ્ડા મહત્ત્વના રોલમાં છે. '