ફૅક્ટ ચેક:સલમાન ખાને ચોરીછૂપીથી સોનાક્ષી સિંહા સાથે લગ્ન કરી લીધા? લગ્નની તસવીર વાઇરલ થઈ

મુંબઈ4 મહિનો પહેલા
  • સલમાન તથા સોનાક્ષી ખાસ મિત્રો છે

સલમાન ખાન બોલિવૂડમાં મોસ્ટ એલિજેબલ બેચરલ તરીકે જાણીતો છે. જોકે તાજેતરમાં સો.મીડિયામાં સલમાન ખાન તથા સોનાક્ષી સિંહાના લગ્નની તસવીરો વાઇરલ થઈ છે. તસવીર વાઇરલ થતાં જ ચાહકોને આંચકો લાગ્યો હતો.

શું સાચે જ સલમાને લગ્ન કરી લીધા?
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન તથા સોનાક્ષી સિંહા વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળે છે. સલમાને જ 2010માં સોનાક્ષી સિંહાને ફિલ્મ 'દબંગ'થી બોલિવૂડમાં લૉન્ચ કરી હતી. સોનાક્ષી સિંહા એક્ટરની 'દબંગ' ટૂર પણ સાથે હોય છે. હવે આ બંનેના લગ્નની તસવીર વાઇરલ થતાં જ ચાહકો પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા.

સો.મીડિયામાં સલમાન-સોનાક્ષીની આ તસવીર વાઇરલ થઈ છે.
સો.મીડિયામાં સલમાન-સોનાક્ષીની આ તસવીર વાઇરલ થઈ છે.

તસવીર અસલી નથી
સલમાન ખાન તથા સોનાક્ષી સિંહાના લગ્નની તસવીરને ધ્યાનથી જોવામાં આવે તો તરત જ ખ્યાલ આવશે કે એ તસીવર ફોટો-શોપ્ડ કરેલી છે. એ સાચી તસવીર નથી.

ઝહીર ઈકબાલ સાથે સંબંધો હોવાની ચર્ચા

સોનાક્ષી તથા ઝહીર ઈકબાલ.
સોનાક્ષી તથા ઝહીર ઈકબાલ.

સોનાક્ષી સિંહાના સંબંધો ફિલ્મ 'નોટબુક' ફૅમ એક્ટર ઝહીર ઈકબાલ સાથે જોવાની ચર્ચા છે. જોકે સોનાક્ષીએ કહ્યું હતું કે ઝહીર માત્ર ને માત્ર તેનો સારો મિત્ર છે. તેઓ ફિલ્મ 'ડબલ XL'માં સાથે કામ કરી રહ્યાં છે.

સલમાન તથા સોનાક્ષી ખાસ મિત્રો છે.
સલમાન તથા સોનાક્ષી ખાસ મિત્રો છે.

હાલમાં જ સોનાક્ષીએ બોલિવૂડમાં 11 વર્ષ પૂર્ણ કર્યાં
સોનાક્ષીએ તાજેતરમાં જ બોલિવૂડમાં 11 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. સોનાક્ષી સિંહા છેલ્લે અજય દેવગનની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી.