સુપરસ્ટારની સ્પષ્ટ વાત:સલમાન ખાને કહ્યું- 'સુપરસ્ટાર્સનો યુગ ક્યારેય પૂરો થશે નહીં, 50+ થઈને પણ અમે મહેનત કરીએ છીએ તો યંગ સ્ટાર્સ પણ કરે'

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં બે વર્ષમાં સિનેમામાં ઘણો જ ફેરફાર જોવા મળ્યો છે. ડિજિટલ મીડિયા એક નવા પ્લેટફોર્મ તરીકે સામે આવ્યું છે. ડિજિટલ મીડિયાની વધતી લોકપ્રિયતા જોઈને એવી ચર્ચા થવા લાગી કે હવે હિંદી સિનેમામાં સ્ટારડમનો યુગ પૂરો થઈ ગયો. જોકે, સલમાન ખાન આમ માનતો નથી.

સુપરસ્ટારનો યુગ ક્યારેય પૂરો થશે નહીં
મીડિયા ઇન્ટરવ્યૂમાં સલમાને આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સલમાને કહ્યું હતું, 'અમે જઈશું તો કોઈ બીજું આવશે. મને નથી લાગતું કે સ્ટાર્સનો યુગ ક્યારેય પૂરો થાય. આ ક્યારેય પૂરો થશે નહીં. આ હંમેશાં રહેશે. હવે આ બાબત અનેક વાત પર નિર્ભર કરે છે, જેમ કે ફિલ્મનું સિલેક્શન કેવું છે, રિયલ લાઇફમાં તમે કેવા છો...હવે અનેક બાબતોનું પેકેજ હોય છે. હવે યંગ જનરેશનની પાસે પોતાનું સુપર સ્ટારડમ હશે.'

વધુમાં સલમાને કહ્યું હતું, 'હું ઘણાં વર્ષોથી સાંભળી રહ્યો છું કે આ અંતિમ જનરેશન છે. અમે યંગ જનરેશન માટે સરળ રસ્તો બનાવીને મૂકીશું નહીં. અમે તેમને બધું જ આપીને જવાના નથી. મહેનત કરો ભાઈ, પચાસ પ્લસમાં અમે મહેનત કરી રહ્યાં છીએ તો તમે પણ મહેનત કરો.'

'અંતિમ'માં જોવા મળશે
સલમાન હાલમાં 'અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 26 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં છે અને તેના જીજાજી આયુષ શર્મા ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે.