રાધે:સલમાન ખાને કહ્યું, ઘરમાં 'ચુલબુલ પાંડે' અને 'રાધે'ની જેમ વર્તન કરું તો મમ્મી-પપ્પા ફટકારે જ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સલમાનની 'રાધે' 13 મેના રોજ રિલીઝ થવાની છે
  • સલમાને ફિલ્મ 'દબંગ'માં ચુલબુલ પાંડેનો રોલ પ્લે કર્યો હતો

સલમાન ખાન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' 13 મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સલમાન ફરી એકવાર પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ પહેલાં પણ સલમાન 'દબંગ'માં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે ચુલબુલ પાંડેનો રોલ પ્લે કર્યો હતો. 'રાધે'નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. હાલમાં જ સલમાને કહ્યું હતું કે જો રિયલ લાઈફમાં તે ઘરમાં ચુલબુલ પાંડે કે 'રાધે'ની જેમ વર્તન કરે તો તેના પેરેન્ટ્સ તેને માર જ મારશે.

પેરેન્ટ્સની સામે 'ચુલબુલ પાંડે' જેવું વર્તન કરી શકું નહીં
સલમાન ખાને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'મને હજી પણ લાગે છે કે જ્યારે હું કોઈ ફિલ્મ જોઉં છું તો હું તેના હીરો જેવો બનવા માગું છું. હું હીરોના સારા કામથી એટલો ઈમ્પ્રેસ થઈ જાઉં છું કે તે પાત્રોને મારી સાથે ઘર લઈ જવા માગું છું. ત્યાં સુધી કે જે ફિલ્મ કરું છું, તેના કેરેક્ટર પણ. જેમ કે 'દબંગ'માં ચુલબુલ પાંડે એક પાત્ર છે, પરંતુ હું તેને મારા ઘરે લઈ જઈ શકું નહીં. 'રાધે' પણ એક કેરેક્ટર છે, પરંતુ તેને પણ હું મારા ઘરે લઈ શકું નહીં. જો હું આ કેરેક્ટરની જેમ ઘરમાં બિહેવ કરું તો મારા પપ્પા મને માર મારશે અને મમ્મી તો તમાચો જ મારી દેશે. મારા ભાઈ બહેનોને શરમ આવશે. આથી હું ઘરમાં માત્ર એક દીકરો તથા ભાઈ બનીને જ રહું છું.'

પાત્રોની સારી વાતો જરૂરથી ઘરે લઈ જઈ શકું
સલમાન ખાન 'દબંગ'ના ત્રણેય પાર્ટમાં 'ચુલબુલ પાંડે'ના પાત્રમાં જોવા મળ્યો છે. ચાહકોની વચ્ચે આ પાત્ર ઘણું જ લોકપ્રિય છે. આ ત્રણેય પાર્ટમાં સલમાને માત્ર એક્શન જ નથી કરી, પરંતુ રોમેન્ટિક રોલ પણ પ્લે કર્યો છે. તેણે આ પાત્રો અંગે વાત કરતાં કહ્યું હતું, 'હું રોમાન્સ, એક્શન જેવા કોઈ પણ પાત્રને મારા ઘરે લઈ જઈ શકું નહીં. મને ખ્યાલ છે કે આ બધું મારી અંદર છે જ નહીં. મને મારી ક્ષમતા ખબર છે કે હું શું કરી શકું છું. જોકે, હું પાત્રોની સારી વાતો જરૂરથી મારી સાથે ઘરે લઈ જઈ શકું છું.'

ઉલ્લેખનીય છે કે પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી 'રાધે'માં સલમાન ઉપરાંત દિશા પટની, રણદીપ હુડ્ડા તથા જેકી શ્રોફ પણ મહત્ત્વના પાત્રોમાં છે. આ ફિલ્મ થિયેટરની સાથે સાથે ઝી 5 પર 'પે પર વ્યૂ સર્વિસ' પર પણ રિલીઝ થશે.