સો.મીડિયા વાઇરલ:'ટાઇગર 3'નું શૂટિંગ પૂરું કરી સલમાન ખાન મહિના બાદ મુંબઈ પરત ફર્યો, ભાઈજાને ઊંધો માસ્ક પહેર્યો

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ આવીને સલમાન ખાન 'બિગ બોસ 15'નું શૂટિંગ શરૂ કરશે.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન 'ટાઇગર 3'ના શૂટિંગ અર્થે રશિયા તથા તૂર્કી ગયો હતો. સલમાન ખાન રવિવાર, 26 સપ્ટેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સલમાન ખાન 'બિગ બોસ 15'ના પ્રીમિયરનું શૂટિંગ કરશે. એરપોર્ટ પર સલમાન ખાને ઊંધો માસ્ક પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન ઓગસ્ટમાં રશિયા શૂટિંગ માટે ગયો હતો.

એરપોર્ટ પર સલમાન ખાન
મુંબઈ એરપોર્ટ પર સલમાન ખાન પોતાના ડેશિંગ અંદાજ સાથે જોવા મળ્યો હતો. તેણે બ્લેક ટી શર્ટની ઉપર બ્લૂ શર્ટ તથા રિપ્ડ જીન્સ પહેર્યું હતું. તેણે હેટ તથા સ્નીકર્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો. તેણે બ્લેક રંગનો માસ્ક પહેર્યો હતો અને તેમાં 'SK' લખેલું હતું. જોકે, સલમાન ખાને માસ્ક ઊંધો પહેર્યો હતો.

સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી
સો.મીડિયામાં સલમાન ખાનની તસવીરો તથા વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સનું ધ્યાન તરત જ એક્ટરના માસ્ક પર પડ્યું હતું. યુઝરે કમેન્ટ્સ કરતાં કહ્યું હતું, 'ભાઈ, માસ્ક ઊંધો પહેર્યો છે.'

ઈમરાન તથા કેટરીના સાથે શૂટિંગ કર્યું
સલમાન ખાને રશિયા તથા તૂર્કીના વિવિધ લોકેશન પર 'ટાઇગર 3'નું શૂટિંગ કર્યું હતું. અહીંયા તેની સાથે કેટરીના કૈફ તથા ઈમરાન હાશ્મી હતાં. આ ફિલ્મમાં સલમાન ખાને વિંગ એજન્ટ ટાઇગરની ભૂમિકા ભજવી છે અને કેટરીનાએ ઝોયાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં વિલનના રોલમાં ઈમરાન હાશ્મી છે. ફિલ્મને મનીષ શર્મા ડિરેક્ટ કરે છે.

‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘ટાઈગર 3’
ઉલ્લેખનીય છે કે 'એક થા ટાઇગર' કબીર ખાને ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ આ ફિલ્મની સીક્વલ 2017માં 'ટાઇગર જિંદા હૈ' આવી હતી. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી હતી. મનીષ શર્માએ 'ટાઇગર 3'ને ડિરેક્ટ કરશે. આ ઉપરાંત સલમાન ખાન 'અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે જીજા આયુષ શર્મા સાથે જોવા મળશે. ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં છે અને આયુષ ગેંગસ્ટર છે.

2 ઓક્ટોબરે 'બિગ બોસ 15'નો પ્રીમિયર શો
'બિગ બોસ 15'નું પ્રીમિયર ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબરના રોજ યોજાશે. શોમાં શમિતા શેટ્ટી, ઉમર રિયાઝ, પ્રતીક સેહજપાલ, ડોનલ બિષ્ટ, નિશાંત ભટ, કરન કુંદ્રા, તેજસ્વી પ્રકાશ, સિમ્બા નાગપાલ તથા અફસાના ખાન કન્ફર્મ સ્પર્ધકો છે. શોમાં આ વખતે સ્પર્ધકોએ 'સંકટ મેં જંગલ'નો સામનો કરવો પડશે. 'બિગ બોસ'ના પૂર્વ વિજેતાઓ રૂબીના દિલાઈક, ગૌહર ખાન, શ્વેતા તિવારી લીડર્સના રોલમાં જોવા મળશે.