કેટ-વિકીને વેડિંગ ગિફ્ટ્સમાં શું મળ્યું?:કેટરીના કૈફને પૂર્વ પ્રેમીઓએ કરોડોની ભેટ આપી, જાણો સલમાન-રણબીરથી લઈ શાહરુખ ખાને શું આપ્યું?

એક મહિનો પહેલા
  • કેટ-વિકીએ 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા

વિકી કૌશલ તથા કેટરીના કૈફના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. વિકી તથા કેટરીનાએ રાજસ્થાનમાં 9 ડિસેમ્બરે ગ્રાન્ડ વેડિંગ કર્યાં હતાં. કેટ-વિકીએ ભલે પોતાના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રોને બોલાવ્યા હોય, પરંતુ તેમને ઇન્ડસ્ટ્રીના લોકોએ મોંઘી મોંઘી ગિફ્ટ્સ આપી છે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલમાં કેટ-વિકીને લગ્નમાં કઈ કઈ મોંઘી ગિફ્ટ મળી તે અંગે વિગતે વાત કરી હતી. કેટરીનાને તેના પૂર્વ પ્રેમી સલમાન-રણબીર સહિત અનુષ્કા, રીતિક રોશન, શાહરુખ ખાને ગિફ્ટ્સ આપી છે. નોંધનીય છે કે આ તમામ ગિફ્ટ્સ અંગે કોઈ ઑફિશિયલ કન્ફર્મેશન નથી.

કેટના પૂર્વ પ્રેમીઓએ મોંઘી ગિફ્ટ આપી
સલમાન ખાને પોતાની પૂર્વ પ્રેમિકા અને હવે ખાસ મિત્ર એવી કેટરીનાને 3 કરોડની રેન્જ રોવર કાર ગિફ્ટમાં આપી છે. કેટરીનાએ લગ્નમાં ખાન પરિવારને આમંત્રણ આપ્યું નહોતું. હવે વાત રણબીર કપૂરની કરીએ તો તેણે કેટરીનાને ડાયમંડ નેકલેસ ગિફ્ટમાં આપ્યો છે. આ નેકલેસની કિંમત 2.7 કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે.

અન્ય સેલેબ્સે શું આપ્યું?
રણબીરની પ્રેમિકા આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સારા મિત્રો છે. બંને ફિલ્મ 'જી લે ઝરા'માં સાથે કામ કરી રહ્યા છે. આલિયાએ કેટરીના-વિકીને પર્ફ્યૂમનું બાસ્કેટ ગિફ્ટ કર્યું છે. આ બાસ્કેટની કિંમત લાખો રૂપિયાની હોવાની ચર્ચા છે. અનુષ્કા શર્માએ 6.4 લાખ રૂપિયાની ડાયમંડ ઇયરરિંગ્સ આપી છે. તો શાહરુખ ખાને ન્યૂલીવેડ કપલને 1.5 લાખ રૂપિયાનું મોંઘું પેઇન્ટિંગ આપ્યું છે.

રીતિક રોશને વિકીને BMW G310 R સુપરબાઇક ગિફ્ટમાં આપ્યું છે. આ બાઇકની કિંમત 3 લાખ રૂપિયા છે. તાપસીએ વિકીને પ્લેટિનમનું બ્રેસલેટ આપ્યું છે. આની કિંમત 1.4 લાખ હોવાનું માનવામાં આવે છે.

વિકી-કેટે એકબીજાને શું આપ્યું?
વિકી કૌશલે કેટરીનાને 7 લાખ રૂપિયાની ટિફનીની ડાયમંડ રિંગ ગિફ્ટમાં આપી છે, જ્યારે કેટરીનાએ પતિ માટે મુંબઈમાં 15 કરોડનું અપાર્ટમેન્ટ ખરીદ્યું છે.