તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતચીત:'રાધે'ની સ્ક્રિપ્ટના ક્રિટિકલ રિવ્યૂ પર રાઈટર વિજય મૌર્યે કહ્યું, દરેક સંવાદ પર સિટી વાગે તે શક્ય નથી

મુંબઈ4 મહિનો પહેલાલેખક: મનિષા ભલ્લા
  • કૉપી લિંક
  • નેશનલ અવોર્ડ વિનર વિજય મૌર્યે કહ્યું કે સલમાનની ફિલ્મ લખવામાં શું ચેલેન્જ છે

બોલિવૂડની આ અજીબ કથા છે. સલીમ ખાનની સ્ક્રિપ્ટ પર કોઈ પણ સ્ટાર બની જતું હતું તો તેમનો દીકરો સલમાન એવો સ્ટાર છે, જેના સ્ટાર પાવરથી ફિલ્મ ચાલે છે. 13 મેના રોજ રિલીઝ થયેલી 'રાધે'ની સ્ક્રિપ્ટ પર ઘણાં જ ક્રિટિકલ રિવ્યૂ આવી રહ્યાં છે.

નવાઈની વાત એ છે કે વિજય મૌર્ય ઓરિજિનલ સ્ક્રીન પ્લે કેટેગરીમાં નેશનલ અવોર્ડ વિનર રહ્યાં છે. સૌથી ખાસ વાત એ છે કે રાઈટર તરીકે સલીમ ખાન તેમના પ્રેરણાસ્ત્રોત પણ છે. વિજય મૌર્યને 'ચિલ્લર પાર્ટી'માં ઓરિજિનલ સ્ક્રીન પ્લે માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો. તેમની લખેલી 'ગલી બોય'ને ભારત તરફથી ઓસ્કરમાં મોકલવામાં આવી હતી. વિજયે આ વર્ષે ઓસ્કર નોમિનેટેડ 'ધ વ્હાઈટ ટાઈગર', 'ગલી બોય', 'મુંબઈ મેરી જાન' તથા 'બ્લેક ફ્રાઈડે'માં એક્ટર તરીકે કામ કર્યું છે. 'રાધે'ના ક્રિટિકલ રિવ્યૂ અંગે તે શું વિચારે છે, સલમાનની ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવો કેટલો મુશ્કેલ છે, દિવ્ય ભાસ્કરે આ અંગે તેમની સાથે વાત કરી હતી.

'રાધે'માં શું ચેલેન્જ રહી?
'રાધે' કમર્શિયલ ફિલ્મ છે. સુપરસ્ટારની ફિલ્મનો સ્ક્રીન પ્લે લખવો અલગ જ ચેલેન્જ છે. હું આના માટે ઘણો જ ઉત્સાહી હતો. આમ તો દરેક ડિેરેક્ટરની કામ કરવાની પોતાની સ્ટાઈલ હોય છે. મેં ઝોયા અખ્તર સાથે કામ કર્યું છે. નિતેશ તિવારી સાથે પણ કામ કર્યું છે. દરેક ડિરેક્ટર ફિલ્મને પોતાની રીતે ટ્રીટ કરે છે.

'રાધે' સાઉથ કોરિયન ફિલ્મ 'ધ આઉટલૉજ'ની રીમેક છે. હિંદી ફિલ્મ તેનાથી કેટલી નજીક છે?
હું જ્યારે ડિરેક્ટર પ્રભુદેવાને મળવા ગયો ત્યારે તેમણે મને કહ્યું કે આ કોરિયન ફિલ્મ છે. 'રાધે' તેની નિકટ હોવી જોઈએ, પરંતુ હિંદી ફિલ્મની જેમ તેમાં બ્રેક તથા ગીતો રહેશે. ભારતમાં કોઈ પણ ફિલ્મ માત્ર વાર્તા તરીકે ચાલતી નથી.

સલમાનની ફિલ્મ છે, તેમાં શું હશે તે ખ્યાલ હતો?
પહેલાં ડ્રાફ્ટનું બ્રિફિંગ મને પ્રભુદેવાએ આપ્યું હતું. મને વાર્તા સમજાવી દેવામાં આવી હતી. એક સુપરકોપ રહેશે, ડ્રામા હશે, ગીતો હશે. રણદીપ હુડ્ડા ડ્રગ્સનો કારોબાર કરે છે અને સુપરકોપ સલમાન ખાન તેને પકડે છે. એટલે એમ ના કહી શકાય કે આ માત્ર એન્ટરટેઈનિંગ ફિલ્મ છે, તેમાં મુદ્દો પણ છે. મને મનમાં થતું હતું કે આ મુદ્દો તો ફિલ્મમાં રહેવો જ જોઈએ.

'રાધે'ની સ્ક્રિપ્ટ હજી સારી બની શકતી હતી?
દરેક પ્રોજેક્ટ કંઈને કંઈ શીખવે છે. આ બિલકુલ ક્લીન તથા સિમ્પલ પ્રોજેક્ટ છે, જેમાં કોઈ કોમ્લીકેશન નથી. સ્પષ્ટ વાતે છે કે અમે ક્લિયર હતા કે અમારે સલમાન માટે ફિલ્મ લખવાની છે. હું આ ફિલ્મમાં ડાયલોગ રાઈટર તરીકે જોડાયો. મારે ભારતીય વાર્તા કહીને ઓરિજિનલ ફિલ્મની નિકટ રહેવાનું હતું. આ જવાબદારી ડિરેક્ટરની હોય છે કે ફિલ્મ કમર્શિયલ રહેશે કે કંઈક અન્ય. લેખક તરીકે અમે કાગળ પર કોઈ ફિલ્મનું નેચર નક્કી કરતા નથી. 'રાધે'માં સલમાન, પ્રભુદેવા તથા સિનેમેટોગ્રાફર બધા મળીને અંતિમ નિર્ણય લેતા હોય છે. જેમ કે 'ગલી બોય'માં નક્કી હતું કે તે ધારાવીમાં શૂટ થશે. એ જ રીતે 'રાધે'ના મેકર ક્લિયર હતા કે આ એક એન્ટરટેઈનિંગ ફિલ્મ છે.

'રાધે' જેવી મસાલા ફિલ્મ લોકપ્રિય થઈ જાય, પરંતુ દર્શકો તેની વાર્તા સાથે જોડાઈ શકતા નથી, તે વાત સાચી છે?
આ ડિમાન્ડ એન્ડ સપ્લાયની વાત છે. દર્શકો જે જોવા માગશે, તે જ લખવામાં આવશે અને તે જ બતાવવામાં આવશે. જેમ કે 'રાધે'માં કોઈ ગીત ના હોત અને તેને રિયાલિસ્ટિક રાખવામાં આવે તો કોઈ ફિલ્મને પસંદ ના કરત. અમારો હેતુ સ્પષ્ટ હતો કે ચાહકો સિટી મારે. અમારા ત્યાં જો હીરોની એન્ટ્રી શાનદાર ના હોત તો દર્શક ગુસ્સે થઈ જાત. દરેકને રાજમા ચાવલ ખાવાનું ગમે નહીં. જેમ કે 'શિવા'માં રજનીકાંતની એન્ટ્રી સમયે કેટલીક મિનિટ માટે સ્ક્રીન અટકાવી દેવામાં આવી હતી. પહેલાં પૂજા થઈ અને પછી રજનીકાંતની એન્ટ્રી થઈ હતી.

અમારા મનમાં સ્પષ્ટ હતું કે અમે સલમાન માટે ફિલ્મ બનાવી રહ્યાં છીએ, જેમાં મસ્તી, ગીતો તથા ડ્રામા છે. ફિલ્મમાં કેટલાંક પંચ છે, પરંતુ આખી ફિલ્મ પંચ લાઈન હોઈ શકે નહીં. દરેક સંવાદો પર સિટી વાગે તે શક્ય નથી. સલમાન ખાનનો દર્શક 'હુડ હુડ દબંગ' પસંદ કરે છે.

સલમાન ખાન વાર્તા માટે કેટલું દબાણ કરતો હતો?
બહુ જ વધારે. સલમાન પ્રોફેશનલ છે. દરેક સમયે પ્રોફેશનલ રહીને જ વાત કરે છે. તેમને એકવાર પ્લોટનો કોઈ પોઈન્ટ સંભળાવી દો તો બીજી મિટિંગમાં તે યાદ જ હોય છે. અમે જે કહીએ તેને ઈમ્પ્રોવાઈઝ કરે છે. પૂછે કે તમે કહો કે કેવું લાગે છે. સલમાન ખાનની સામે વાર્તા અંગે ઈમાનદારીથી અભિપ્રાય આપવાનો હોય છે. જે ઠીક ના હોય તે સ્પષ્ટ રીતે કહેવાનું હોય છે. 'રાધે'માં મેં અનેક પંચલાઈન ટ્રાય કરી હતી, પરંતુ સલમાને કહ્યું હતું કે આટલા પંચની જરૂર નથી.

ઘણી પંચલાઈન તો સલમાન જાતે જ બનાવી દે છે. એવું નથી કે એમે જે કહીએ તે સલમાન માનશે જ. તે સારો ઓપ્શન પણ આપે છે. ફેરફાર પણ કરાવે છે. પહેલી જ વાર સુપરસ્ટારને મળવામાં ડર તો લાગે છે, પરંતુ સલમાન કટ ટૂ કટ વાત કરે છે. પ્રોફેશનલ છે. માત્ર કામની વાતો કરે.

સ્ક્રિપ્ટના આધારે સલમાનની કઈ ફિલ્મ પસંદ છે?
'દબંગ 1'ની વાર્તા સૌથી સારી હતી.

એક્ટર તરીકે કેવી રહી જર્ની?
1992ના સમયમાં ક્રેડિટ કાર્ડનો સેલ્સમેન હતો. એકવાર અજાણતા મેં કાર્ડ એડવર્ટાઈઝરને જ કાર્ડ વેચવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેણે કહ્યું કે મારે એક્ટર બનવું જોઈએ. આ વાત મનમાં ઘર કરી ગઈ અને પૃથ્વી થિયેટર જતો રહ્યો. અહીંયા મારી મુલાકાત સત્યદેવ દુબેજી સાથે થઈ. સંજના કપૂર તથા મકરંદ દેશપાંડે થિયેટરમાં મારા ગુરુ બન્યા. મને લાગ્યું કે જો હું લખવાનું પણ શરૂ કરીશ તો મારી કરિયર લાંબી ચાલશે. કાદર ખાન બહુ જ સારા ડાયલોગ લખતા હતા અને એક્ટિંગ પણ કરતા હતા. મેં તેમને મારા ગુરુ માન્યા હતા.

એક્ટિંગ-રાઈટિંગનો આ ડબલ રોલ આગળ પણ ચાલશે?
હવે મારું ફોક્સ રાઈટિંગ તથા ડિરેક્શન પર છે. રાકેશ મેહરાની 'તૂફાન' લખી છે. મરાઠી ફિલ્મ ડિરેક્ટ કરી છે. OTT પ્લેટફોર્મ પર મારું કામ ચાલે છે. સલીમ-જાવેદ મારા રોલ મોડલ છે. 'ગલી બોય' માટે જાવેદ સાહેબે ફોન પર મારા વખાણ કર્યા હતા. મારા માટે આ બહુ મોટી વાત હતી. 'રાધે' દરમિયાન સલીમ ખાને મને પ્રોત્સાહન આપ્યું.

અન્ય સમાચારો પણ છે...