મદદ:સલમાને ખાને નવી પહેલ બીઇંગ હંગરી લોન્ચ કરી, મુંબઈના રસ્તાઓ પર ફરતું ફૂડ ટ્રક લોકોને જમવાનું પૂરું પાડે છે

મુંબઈ2 વર્ષ પહેલા

લોકોની મદદ માટે આગળ રહેતા સલમાન ખાને એક નવી પહેલ શરૂ કરી છે. મહામારી કોરોના સામે રોજમદાર શ્રમિકો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કર્સ વગેરેને તકલીફ ન પડે તે માટે સલમાને આર્થિક શે કરી છે. લોકોને કરિયાણું પહોચાડ્યું છે. ત્યારબાદ હવે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસે એક પહેલ બીઇંગ હંગરી શરૂ કરી છે. આ ફૂડ ટ્રક મુંબઈમાં ફરીને લોકોને ભોજન પૂરું પાડે છે.

ટ્વિટર પર એક યુઝરે વીડિયો શેર કરી લખ્યું કે, આભાર સલમાન ખાન ભાઈ. જ્યારે પણ લોકોને જરૂર પડે ત્યારે સાઈલેન્ટલી મદદ કરવા બદલ આભાર. માણસોની સેવાએ ભગવાનની સેવા જ છે. આ વીડિયો બાદ સલમાન ખાનના ફેન્સે ભાઈ માટે ઘણી પોસ્ટ શેર કરી હતી. 

સલમાન ખાન હાલ તો તેના પનવેલના ફાર્મહાઉસમાં ફસાઈ ગયો છે. તેને અગાઉ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ટ્રક, બળદગાડી વગેરેમાં ખાવાનો સામાન ભરીને મદદ માટે રવાના કરી રહ્યો હતો. સલમાન વીડિયો શેર કરીને લોકોને લોકડાઉનનું પાલન કરવા અને ઘરે જ સુરક્ષિત રહેવા માટે આગ્રહ કરતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...