મદદ:પહેલા તલાકમાંથી બહાર આવવા સલમાન ખાને આમિર ખાનની મદદ કરી હતી, મુલાકાતો વધતી ગઈ અને તેઓ સારાં મિત્રો બન્યાં

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમિર ખાન અને કિરણ રાવે શનિવારે છૂટાછેડાની જાહેરાત કરીને બોલિવૂડ જગત સાથે તેમના ફેન્સને ચોંકાવી દીધા છે. બંનેએ લગ્નના 15 વર્ષ પછી એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું છે. આ પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતાં અને તેની સાથે પણ 15 વર્ષ પછી લગ્નજીવનનો અંત આવ્યો હતો. વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થયાં હતાં. રીનાથી છૂટાછેડા લીધા બાદ આમિર ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને આમિર ખાનને મદદ કરી હતી અને ત્યારથી બોલિવૂડના આ બંને સુપરસ્ટાર્સની મિત્રતાની શરૂઆત થઈ હતી. સલમાને શો 'કોફી વિથ કરણ'માં આ વાતનો ખુલાસો કર્યો હતો.

ફિલ્મ 'અંદાઝ અપના-અપના'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન ખાન સાથેનો અનુભવ સારો ન હોવાથી આમિર ખાન તેની સાથે અંતર રાખવા માગતો હતો
ફિલ્મ 'અંદાઝ અપના-અપના'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન ખાન સાથેનો અનુભવ સારો ન હોવાથી આમિર ખાન તેની સાથે અંતર રાખવા માગતો હતો

આમિરે સલમાનથી દૂરી બનાવી રાખી હતી
આમિર ખાને કરણ જોહરના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ'માં કહ્યું હતું કે, 'તે સલમાન ખાનથી અંતર રાખવા માગતો હતો કારણ કે, ફિલ્મ 'અંદાઝ અપના-અપના'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન ખાન સાથેનો મારો અનુભવ સારો નહોતો. હું તેને ઘમંડી અને અન્ય લોકોનું ધ્યાન ન રાખનારો ગણતો હતો અને એટલે જ હું તેનાથી દૂર રહેતો હતો.'

રીના દત્તા સાથે છૂટાછેડા લીધા બાદ આમિર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભાઈજાને તેની મદદ કરી હતી
રીના દત્તા સાથે છૂટાછેડા લીધા બાદ આમિર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભાઈજાને તેની મદદ કરી હતી

સાથે ડ્રિંક કર્યું અને મિત્રતાની સફર શરૂ થઈ
આમિર ખાને આ મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે, રીના દત્તા સાથે છૂટાછેડા લીધા બાદ જ્યારે તે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સલમાન ખાને તેની મદદ કરી હતી. આ સમય દરમિયાન સલમાને તેને કહ્યું હતું કે, 'હું તમને મળવા માગુ છું. પછી અમે ઘણી મુલાકાતો કરી. અમે સાથે ડ્રિંક પણ કર્યું અને આ રીતે અમે ફરીથી મિત્રો બન્યાં હતાં અને ત્યાંથી જ અમારી સાચી મિત્રતા શરૂ થઈ હતી.'

આમિર અને કિરણ નવાં જીવનની શરૂઆત કરશે
શનિવારે છૂટાછેડાની જાહેરાત કર્યાં પછી આમિર ખાન અને કિરણ રાવે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે તેઓ માતા-પિતા તરીકે તેમનાં બાળકનો ઉછેર ભેગાં થઇને કરશે. બંનેએ તેમના નિવેદનમાં કહ્યું કે, તેઓ ફિલ્મ્સ, તેમનાં NGO પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સ માટે સાથે કામ કરવાનું ચાલુ રાખશે. આમિર ખાન અને કિરણ રાવની મુલાકાત વર્ષ 2001માં અભિનેતાની ફિલ્મ 'લગાન'ના સેટ પર થઈ હતી અને ડિસેમ્બર 2005માં તેમના લગ્ન થયાં હતાં. તેમના પુત્ર આઝાદ રાવ ખાનનો જન્મ ડિસેમ્બર 2011માં થયો હતો.

અન્ય સમાચારો પણ છે...