'દબંગ ખાન'ને સુરક્ષા ડર લાગ્યો?:સલમાન ખાનની મુંબઈ પોલીસ કમિશ્નર સાથે મિટિંગ, હથિયારના લાઇસન્સ માટે અરજી કરી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સલમાન ખાનને થોડાં સમય પહેલાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે તપાસ કરી હતી અને એક્ટરની સુરક્ષામાં વધારો કર્યો હતો. સલમાન ખાનને બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી આપવામાં આવી હતી. આજે (22 જુલાઈ) સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નરને મળવા ગયો હતો અને લાઇસન્સ હથિયારની અરજી અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે.

સલમાન મુંબઈ પોલીસ કમિશ્નરને મળ્યો
સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નર વિવેક ફનસાલકરને મળ્યો હતો. સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ધમકી આપી હતી. ત્યારબાદ સલમાન ખાને પોલીસમાં એક અરજી કરી હતી. આ અરજીમાં સલમાને હથિયારના લાઇસન્સની ડિમાન્ડ કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાની સુરક્ષા માટે હથિયારનું લાઇસન્સ લેવા માગે છે. માનવામાં આવે છે કે સલમાને આ અંગે મુંબઈ પોલીસ કમિશ્નર સાથે વાત કરી હશે. જોકે, આ હજી સુધી એક્ટર કે પોલીસે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી કે બંને વચ્ચે આખરે શું વાત થઈ હતી.

ધમકીભર્યા પત્રમાં શું હતું?
સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારા હાલ મૂસેવાલા જેવા થશે, એવું લખવામાં આવ્યું હતું. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાંદ્રામાં ફરિયાદ કરી હતી. થોડાં દિવસ બાદ એ વાત સામે આવી હતી કે લોરેન્સ ગેંગે પબ્લિસિટી માટે સલમાનને ધમકી આપી હતી.

10 સ્પેશિયલ ફોર્સ ઓફિસર સિક્યોરિટી કરે છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનને જ્યારથી લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, ત્યારથી તે જાહેરમાં તથા પબ્લિકની વચ્ચે જવાનું ટાળે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ આગળ 10 સ્પેશિયલ ફોર્સના અધિકારી દિવસ-રાત સિક્યોરિટી કરે છે. આ ઉપરાંત તેના ઘરની આસપાસ 15 CCTV લગાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફોર્સના કેટલાંક ઓફિસર સલમાન ખાન સાથે સેટ પર પણ હાજર હોય છે.

સલમાન ખાનના અપકમિંગ પ્રોજેક્ટ
સલમાન હાલમાં 'કભી ઈદ કભી દિવાલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેની ફિલ્મ 'ટાઇગર 3' રિલીઝ થશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ છે. આમિરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' તથા શાહરુખની ફિલ્મ 'પઠાન'માં કેમિયો કર્યો છે. આ વર્ષના અંતે સલમાન 'દબંગ 4'નું શૂટિંગ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...