'દબંગ'ની દિલદારી:સલમાન ખાને ચિરંજીવીની 'ગોડફાધર' સાઇન કરતાં પહેલાં એક શરત રાખી હતી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સલમાન ખાનની દરિયાદિલીની ચર્ચા અવાર-નવાર થતી જ હોય છે. બોલિવૂડનો 'દબંગ' સલમાન ખાન મિત્રો માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. હાલમાં તેણે આવું જ કર્યું હતું અને ચાહકો તેની પર ફિદા થઈ ગયા હતા. સલમાન ખાન બોલિવૂડમાં 80-90 કરોડ રૂપિયા ફી લેતો હોવાની ચર્ચા છે. હવે તે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કરવાનો છે. આ ફિલ્મનું બજેટ 250 કરોડ હોવાનું ચર્ચાય છે.

ચિરંજીવીની ફિલ્મમાં જોવા મળશે
સલમાન ખાન સાઉથ ફિલ્મ 'ગોડ ફાધર'માં ચિરંજીવી સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન કેમિયો કરવાનો છે. નાનકડા રોલ માટે સલમાનને કરોડો રૂપિયાની ઑફર કરવામાં આવી હતી.

ફી લેવાની ના પાડી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાને 'ગોડફાધર' માટે એક રૂપિયો લેવાની ના પાડી છે. મેકર્સે જ્યારે સલમાનને ફી ઑફર કરી તો તેણે ફી લેવાની ના પાડી દીધી હતી. મેકર્સ સલમાન ખાન સાથે કામ કરવા ઉત્સુક છે. ટૂંક સમયમાં જ સલમાન ખાન કરજતમાં ND સ્ટૂડિયોમાં એક અઠવાડિયા સુધી શૂટિંગ કરશે.

સલમાને શરત મૂકી
સલમાન ખાને 'ગોડફાધર' સાઇન કરતી વખતે કહ્યું હતું, 'હું ફિલ્મમાં તો જ કામ કરીશ, જો તમે મને ફિલ્મ માટે કોઈ ફી નહીં આપો.' સલમાન ખાન એક્શન કરતો જોવા મળશે. ફિલ્મમાં ચિરંજીવી તથા સલમાન સાથે જોવા મળશે.

સલમાન-ચિરંજીવી ખાસ મિત્રો
ઉલ્લેખનીય છે કે સલમાન તથા ચિરંજીવી ખાસ મિત્રો છે. બંનેને એકબીજા માટે ઘણું જ માન છે. સલમાનને જ્યારે ફિલ્મ ઑફર થઈ તો તેણે એક જ ઝાટકે હા પાડી દીધી હતી. ફિલ્મમાં તેનું પાત્ર ઘણું જ મહત્ત્વનું છે.

'પઠાન'માં 50 કરોડની ફી ઑફર થઈ હતી
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન એક્ટર શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન'માં પણ કેમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સલમાનનો 15 મિનિટનો રોલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફિલ્મના પ્રોડ્યૂસર આદિત્ય ચોપરાએ સલમાન ખાનને 50 કરોડ રૂપિયા ઑફર કરી હતી, પરંતુ સલમાને એક રૂપિયાની ફી લેવાની પાડી દીધી હતી.