તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુસ્સો:સલમાન ખાન ફિલ્મ્સના નામ પર કાસ્ટિંગની ખોટી ઓફર્સ આપનાર પર સલમાન ભડક્યો, કહ્યું- લીગલ એક્શન લઈશ

9 મહિનો પહેલા
 • કૉપી લિંક

સલમાન ખાને ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી ખુલાસો કર્યો છે. પોસ્ટ મુજબ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મ્સના નામે કોઈ કાસ્ટિંગની ખોટી ઓફર્સ ફેલાવવામાં આવી રહી છે. સલમાને સફાઈ આપી લખ્યું કે, અફવાઓ પર ભરોસો ન કરો. સુરક્ષિત રહો.

સલમાને તેના મેસેજમાં લખ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માગુ છું કે હું કે સલમાન ખાન ફિલ્મ્સ અત્યારે કોઈ ફિલ્મનું કાસ્ટિંગ કરી રહ્યા નથી. અમે આગામી ફિલ્મ્સ માટે કોઈ કાસ્ટિંગ એજન્ટ હાયર કર્યા નથી. પ્લીઝ આવા કોઈ મેસેજ અને ઇમેલ્સ પર ભરોસો ન કરો. જો કોઈ ખોટી રીતે મારુ કે સલમાન ખાન ફિલ્મ્સનું નામ યુઝ કરતા ઝડપાયા તો તેની વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે.

લોકડાઉનમાં સલમાન અંદાજે બે મહિનાથી તેના પનવેલના ફાર્મહાઉસ પર ફસાયો છે. તે આ સંકટની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરી રહ્યો છે. લોકડાઉનમાં સલમાને ઘરે રહીને તેની યુ ટ્યુબ ચેનલ પર બે સોન્ગ પણ રિલીઝ કરી દીધા છે જે તેને ગાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો