તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ રિવ્યૂ:રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ: ફરી એક વાર ટિપિકલ 'ભાઈ' ફૅનને સમર્પિત છે આ ફિલ્મ

મુંબઈ5 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • સલમાનના પાત્રને લાર્જર ધેન લાઈફ બતાવવામાં આવ્યું છે
  • આ ફિલ્મ ક્લાસ નહીં માસ માટે છે
સ્ટાર કાસ્ટસલમાન ખાન, દિશા પટની, જેકી શ્રોફ
રેટિંગ2.5/5
ડિરેક્ટરપ્રભુદેવા
પ્રોડ્યસરસલમાન ખાન ફિલ્મ્સ
સંગીતસાજીદ અલી

સલમાનની ફિલ્મ હંમેશાં તેના સ્ટારડમ પર સવાર હોય છે. મેકર્સ પણ એ જ તર્ક આપે છે કે તેના ચાહકોને આ જ પસંદ છે અને તેથી જ ફિલ્મ એ રીતે બનાવવામાં આવે છે. આ ફિલ્મ 'વોન્ટેડ'ની ફ્રેન્ચાઈઝ છે. તે ફિલ્મે 'રાધે' જેવું લવેબલ કેરેક્ટર ઓડિયન્સ આપ્યું હતું, જે રીતે 'દબંગ'એ ચુલબુલ પાંડે આપ્યું હતું. આ બંને ફિલ્મ ક્લાસ તથા માસને પસંદ આવી હતી જોકે, 'રાધે' માત્ર માસ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે.

'દબંગ', 'વોન્ટેડ' કે પછી 'રેસ'માં જે હતું એ બધું જ 'રાધે'માં છે. 'વોન્ટેડ'માં ઈમોશન વધુ પડતું હતું, પરંતુ 'રાધે'માં તે જોવા મળતું નથી. 'રાધે'માં પૂરું ફોકસ મુંબઈના ડ્રગ્સ માફિયાના સફાયા પર છે. ડ્રગ્સનો કારોબાર રાણાના હાથમાં છે. રાણાએ પોતાની ગેંગ સાથે મળીને સ્કૂલના બાળકોને પણ ડ્રગ્સની લત લગાડી દીધી છે. તેને રોકવા માટે એન્કાઉન્ટ સ્પેશિયાલિસ્ટ રાધેને લાવવામાં આવે છે. મુંબઈ જેવા મોટા શહેરમાં રાણા ફક્ત બે માણસોની મદદથી ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવે છે. આ વાત સમજવી જરા અઘરી છે.

ફિલ્મ એક્શનથી ભરપૂર છે. કોરિયન ફાઈટ માસ્ટર મિયોન્ગ હેંગેને ઓન બોર્ડ લેવામાં આવ્યા હતા. તેમણે રોમાંચક તથા સિલ્ક સ્ટંટ ડિઝાઈન કર્યાં છે. અહીંયા 'રેસ 3'ની જેમ એક્શન એટલી લૅવિશ જોવા મળતી નથી. મુંબઈની સાંકડી ગલીઓમાં રાધે તથા રાણા (રણદીપ હુડ્ડા)ની વચ્ચે એક્શન જોવા મળે છે. રાણાની ગેંગમાં ગૌતમ ગુલાટી છે. ક્લાઈમેક્સમાં એક્શન છે અને અહીંયા પોલીસની ગાડી સહિત રાધે હેલિકોપ્ટરમાં એન્ટ્રી મારે છે. સલમાન ખાને પહેલી જ વાર આ રીતનો સીન કર્યો છે.

એક્શન ઉપરાંત ગ્લેમરમાં દિશા પટની છે. દિયાના રોલમાં દિશાને જે કામ મળ્યું તે તેણે સારી રીતે કર્યું છે. રાધેનો સીનિયર અવિનાશ અભ્યંકર છે. તે દિયાનો ભાઈ પણ છે. આ રોલ જેકી શ્રોફે પ્લે કર્યો છે. 'વોન્ટેડ'થી લઈ 'દબંગ' વગેરેમાં મેન લીડ સિવાયના પોલીસમાં મગજ જ ના હોય તે રીતનું બતાવવામાં આવ્યું છે. ગુનેગારોનો પર્દાફાશ માત્ર સલમાનનું પાત્ર જ કરે છે. આ ઉપરાંત સલમાનની આસપાસના પાત્રોમાં પણ થોડીક ગંભીરતા ઉમેરવામાં આવે તો ફિલ્મ હજી માણવાલાયક બની શકે છે.

દિયા આખી ફિલ્મમાં રાધેને ભોલુ કહીને બોલાવે છે. જોકે, ફિલ્મમાં દિયાને જે હદે ભોળી બતાવી છે, તે વાત સમજવી અશક્ય છે. દિયાને સ્ટ્રોંગ તથા સ્માર્ટ બતાવવાને બદલે આ હદે કેમ ભોળી બતાવી તે સમજની બહાર છે. જો 'બજંરગી ભાઈજાન' તથા 'સુલ્તાન'માં સ્ટારડમ તથા સ્ક્રિપ્ટ યોગ્ય રીતે બેલેન્સ થઈ શકતી હોય તો અન્ય ફિલ્મમાં કેમ બેલેન્સ ના થાય.

સલમાન ખાનને લાર્જર ધેન લાઈફ બતાવવામાં આવ્યો છે. કેમેરા વર્ક, કોરિયોગ્રાફી પણ સારી છે. પણ ટિપિકલ સલમાનના ચાહકો તેને પહેલાંની જેમ પ્રેમ આપશે તે એક સવાલે છે. આ ચાહકોએ દોઢ વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણું જ સારું કન્ટેન્ટ જોયું જ છે.