ભાઈજાન પડોશીથી નારાજ:સલમાન ખાને પનવેલ ફાર્મહાઉસના પડોશી પર માનહાનિનો કેસ કર્યો, 21 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલમાન ખાને પડોશી પર આક્ષેપ કર્યો છે કે ઇન્ટરવ્યૂમાં તેને બદનામ કરવામાં આવ્યો હતો

બોલિવૂડ એક્ટર સલમાન ખાન અવારનવાર કામમાંથી બ્રેક લઈને મુંબઈના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહેતો હોય છે. સલમાન ખાન અવારનવાર સોશિયલ મીડિયામાં ફાર્મહાઉસની તસવીરો તથા વીડિયો શૅર કરતો હોય છે. હાલમાં જ સલમાન ખાને પોતાના ફાર્મહાઉસના પડોશી પર માનહાનિનો કેસ કર્યો હતો. મુંબઈ સિટી સિવિલ કોર્ટે સલમાનના પક્ષમાં વચગાળાનો રિસ્ટ્રેનિંગ ઓર્ડર આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

21 જાન્યુઆરીએ આગામી કાર્યવાહી
વાસ્તવમાં સલમાન ખાનને આક્ષેપ મૂક્યો હતો કે પનવેલમાં ફાર્મહાઉસની બાજુની જમીનના માલિક કેતન કક્કડે યુ ટ્યૂબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. સલમાન ખાને માનહાનિ કેસમાં જજ અનિલ એચ લદ્દાદે કેતન કક્કડને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ કરવામાં આવશે.

સલમાન વિરુદ્ધ અપશબ્દો બોલવાનો આક્ષેપ
સલમાન ખાને દાખલ કરેલી અરજી પ્રમાણે, કેતન કક્કડે એક યુટ્યૂબરને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટર વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા. શોમાં ભાગ લેનારા બે અન્ય લોકોના નામ પણ અરજીમાં લેવામાં આવ્યા છે. આ કેસમાં સલમાને યુ ટ્યૂબ ઉપરાંત સોશિયલ મીડિયા સાઇટ્સ ફેસબુક, ટ્વિટર તથા ગૂગલના નામ પણ સામેલ કર્યા છે. એક્ટરની માગણી છે કે અપમાનજનક કન્ટેન્ટને દરેક સાઇટમાં બ્લોક કરવામાં આવે અથવા તેને હટાવી દેવામાં આવે.

સલમાન ખાનના વકીલોએ કોર્ટ પાસે માગણી કરી હતી કે કેસ ચાલતો હોય ત્યાં સુધી કેતન કક્કડ આ સંદર્ભમાં કોઈ અન્ય નિવેદન ના આપે. જોકે, કેતનના વકીલ આદિત્ય પ્રતાપ તથા આભા સિંહે આ માગણીનો વિરોધ કર્યો હતો. કેતના વકીલોએ કહ્યું હતું કે ગુરુવાર, 13 જાન્યુઆરીની સાંજે કાગળો મળ્યા અને આખો કેસ આ રીતે જોઈ શકાય નહીં.

વકીલ આભા સિંહે એમ પણ કહ્યું હતું કે કોઈ ઉતાવળ નથી અને જો સલમાન ખાને કેસ કરવા માટે એક મહિના સુધી રાહ જોઈ તો કેતનને જવાબ દાખલ કરવા માટે થોડો સમય મળવો જોઈએ. ત્યારબાદ જજે સુનાવણી સ્થગિત કરી દીધી હતી.

સલમાન પરિવાર સાથે અવારનવાર આવે છે
સલમાન ખાન મુંબઈમાં ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે, પરંતુ તે ઘણીવાર પનવેલમાં પોતાના ફાર્મહાઉસમાં પરિવાર સાથે રહે છે. સલમાનના પડોશી કેતન કક્કડ પણ મુંબઈમાં જ રહે છે. તેણે સલમાનના ફાર્મહાઉસની પાસે જ હિલ પર પ્લોટ લીધો છે.