તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Bollywood
 • Salman Khan Entered With Thor's Hammer, Saying Lockdown Enlightened The People; Last Season's Winners Siddharth, Gauhar And Hina Will Give New Members Third Degree

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસ-14 ગ્રાન્ડ પ્રીમિયર:સલમાન ખાને થોરના હથોડા સાથે એન્ટ્રી લીધી, કહ્યું- લોકડાઉને લોકોને બોધ આપ્યો; ગત સિઝનના વિનર સિદ્ધાર્થ, ગૌહર અને હિના નવા મેમ્બર્સને આપશે થર્ડ ડિગ્રી

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બિગ બોસ-14માં જૂના ખેલાડી નવા ખેલાડીને 14 દિવસ સુધી પરખશે
 • સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાને શોમાં આવવા પાછળનું કારણ કહ્યું

ટીવીનો સૌથી જાણીતો તેમ જ વિવાદાસ્પદ શો બિગ બોસ આજે રાત્રે 9 વાગે તેની 14મી સિઝન સાથે શરૂ થયો છે. સલમાન ખાને થોરના હથોડા સાથે એન્ટ્રી લીધી અને આ હથોડાથી વર્ષ 2020 પર પ્રહાર કર્યો. તેણે આ વર્ષના પડકારો અંગે માહિતી અને કહ્યું કે આ વર્ષે જે લોકડાઉન લાદવામાં આવ્યુ તેણે લોકોને બોધ આપ્યો છે

શોને હોસ્ટ કરવા માટે સલમાને આ વખતે તેની ફી બમણી કરી દીધી છે. આ વખતે રૂપિયા 450 કરોડની ડીલ થઈ છે. શોમાં બિગ બોસ-13ના વિનર સિદ્ધાર્થ શુક્લા, બિગ બોસ-7ના વિનર ગૌહર ખાન અને બિગ-11ની ફર્ટ રનર અપ હિના ખાન પણ ભાગ લઈ રહ્યા છે. આ ત્રણેયને સ્પેશિયલ રોલ મળ્યો છે. સિદ્ધાર્થ બેડ રૂમ, હિના પર્સનલ ચીજો તથા ગૌહર કિચનને કન્ટ્રોલ કરશે.

બિગ બોસ સિઝન 14 અપડેટ્સ.....

 • ટીવી લવર બોય તરીકે ઓળખ ધરાવતા એઝાઝ ખાન પ્રથમ કન્ટેસ્ટન્ટે તેરા બાપ આયા સોંગ પર પરફોર્મ કર્યું.
 • હિના, સિદ્ધાર્થ અને ગૌહરે પણ શોમાં એન્ટ્રી સાથે સિઝલિંગ પર્ફોમન્સ આપ્યું.
 • થોરનો હથોડો લઈ શોમાં આવ્યો સલમાન. વર્ષ 2020ને ચેલેન્જ કર્યું.
 • સલમાને તેની ફિલ્મોના ડાંસ નંબર્સ પર પર્ફોમન્સ આપી એન્ટ્રી લીધી

સલમાન સૌથી મોંઘો હોસ્ટ

સલમાન ખાન આ સંપૂર્ણ સિઝન માટે રૂપિયા 450 કરોડ લઈ રહ્યા છે. તેને દરેક એપિસોડ માટે રૂપિયા 20 કરોડ મળશે. ત્રણ મહિનાની સંપૂર્ણ ડીલ રૂપિયા 450 કરોડમાં થઈ છે. સલમાન આ સિઝનમાં પ્રત્યેક સપ્તાહ માંડ એક સપ્તાહ એક દિવસ જ શૂટ કરશે, જેમા એક સાથે બે એપિસોડનું શૂટિંગ હશે. એટલે કે સલમાન એક દિવસના શૂટના રૂપિયા 40 કરોડ રૂપિયા લઈ રહ્યા છે. જ્યારે ગત બિગબોસ સિઝન-13માં સલમાન ખાનને રૂપિયા 200 કરોડ મળ્યા હતા.

આ વખતે કન્ટેસ્ટેન્ટની ફી પણ વધારે

રાધે માં આ વખતે સૌથી વધારે ફી મેળવનારી હાઉસ મેમ્બર હશે. તેને પ્રત્યેક સપ્તાહ 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સિદ્ધાર્થને પ્રત્યેક સપ્તાહ આશરે 32 લાખ રૂપિયા મળશે. જોકે, તે ફક્ત 14 દિવસ માટે જ ઘરમાં હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser