તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ ડીલ:કોવિડ 19ની વચ્ચે સલમાન ખાનને સૌથી મોટી ડીલ સાઈન કરી, 230 કરોડમાં 'ઝી સ્ટૂડિયોઝ'ને 'રાધે'ના રાઈટ્સ વેચ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સલમાન ખાને ફિલ્મ 'રાધે' અંગે ઝી સ્ટૂડિયો સાથે એક મોટી ડીલ સાઈન કરી છે. રિપોર્ટ પ્રમાણે, સલમાને આ ફિલ્મના થિયેટ્રિકલ, ડિજિટલ તથા મ્યૂઝિક રાઈટ્સ ઝી સ્ટૂડિયોને 230 કરોડ રૂપિયામાં વેચ્યા છે. કોવિડ 19ની વચ્ચે કોઈ પણ બોલિવૂડ ફિલ્મની કરવામાં આવેલી આ સૌથી મોટી ડીલ છે. આ ડિલ અંગે મેકર્સ તથા ઝીની લાંબા સમયથી વાતચીત ચાલતી હતી.

સલમાન તથા ઝી વચ્ચે થયેલી ડીલ બંને માટે ફાયદાકારક છે, કારણ કે સલમાનની ફિલ્મ સારો બિઝનેસ કરતી હોય છે. સલમાને ઓક્ટોબરમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. મેકર્સ આવતા વર્ષે ફિલ્મને ઈદ પર રિલીઝ કરશે.

સલમાને આ પહેલાં પણ ઝી સાથે ઘણી ડીલ કરી હતી
સૂત્રોના મતે, 'રાધે' માટે પહેલાં યશરાઝ ફિલ્મ સાથે વાત ચાલતી હતી પરંતુ કંઈ ફાઈનલ થયું નહીં. સલમાને આ પહેલાં પણ ઝી સાથે ઘણી ડીલ કરી છે. 'કાગઝ' ઝીના ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરાવમાં આવશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી લીડ રોલમાં છે. 'રેસ 3', 'ભારત' તથા 'દબંગ 3'ની ડીલ ઝી સાથે કરી હતી.

કોરિયન ફિલ્મની રીમેક છે
'રાધે'ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સલમાન, જેકી શ્રોફ, દિશા પટની, રણદીપ હુડ્ડા લીડ રોલમાં છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ 'ધ આઉટલૉજ'ની રીમેક છે. સલમાન હવે 'અંતિમ'માં જોવા મળશે. માર્ચ મહિનાથી 'ટાઈગર 3'નું શૂટિંગ શરૂ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો