રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલના દીકરા પ્રજય પટેલના લગ્ન જયુપરના રામબાગ પેલેસમાં છે. આ લગ્નમાં દિગ્ગજ હસ્તીઓ સામેલ થઈ છે. ગઈ કાલે એટલે કે 18 ડિસેમ્બરના રોજ જયપુરમાં સંગીત સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં સલમાન ખાન, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટી ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. સિંગર ગુરુ રંધાવાએ પર્ફોર્મન્સ કર્યું હતું.
સલમાને 'જુમ્મે કી રાત' પર ડાન્સ કર્યો
સલમાને પોતાની ફિલ્મ 'કિક'ના ગીત 'જુમ્મે કી રાત' પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. સલમાનની સાથે શિલ્પા શેટ્ટી તથા અનિલ કપૂર પણ જોવા મળ્યા હતા.
કોણ કોણ લગ્નમાં સામેલ થયું?
ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી, ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકર, જયા બચ્ચન, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી, ગૌતમ અદાણી, સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર, મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવાર, મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે, કોંગ્રેસી નેતા ગુલાબનબી આઝાદ, બિઝનેસમેન અનિલ અંબાણી, સજ્જન જિંદલ, સુનીલ મુંજાલ, સહિતની હસ્તીઓ આવી હતી. આ તમામ લોકો ચાર્ટર્ડ પ્લેનમાં જયપુર આવ્યા હતા.
'ટાઇગર 3'નું શિડ્યૂઅલ પૂરું કરશે
લગ્નમાંથી પરત આવ્યા બાદ સલમાન ખાન 'ટાઇગર 3'નું શૂટિંગ શરૂ કરશે. સલમાન ખાન તથા કેટરીના કૈફનું 15 દિવસનું શૂટિંગ બાકી છે. માનવામાં આવે છે કે બંને દિલ્હીમાં લાસ્ટ શિડ્યૂઅલ પૂરું કરશે. 'ટાઇગર 3' ઉપરાંત સલમાન 'કભી ઈદ કભી દિવાલી', 'કિક 2'માં જોવા મળશે. આમિરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' તથા શાહરુખની ફિલ્મ 'પઠાન'માં કેમિયો કરતો જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.