તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાધેનું રેપ અપ:સલમાન ખાને 20 દિવસ પહેલાં પૂરું કર્યું 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'નું શૂટિંગ, રેપ અપ વીડિયોમાં રાધેના લુકની ઝલક દેખાઈ

10 દિવસ પહેલા

'બિગ બોસ 14'ના હોસ્ટ તરીકે કમબેક કરનારા સલમાન ખાને તેની આગામી ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' માટે 7 મહિનાનું શૂટિંગ કર્યું હતું. બુધવારે ફિલ્મનું જે છેલ્લું શેડ્યુઅલ બાકી હતું તેનું રેપ અપ થયું. આ ફિલ્મનું એક સોન્ગ એમ્બી વેલી મેહબૂબ સ્ટુડિયોમાં શૂટ થયું હતું. ત્યાં મેકર્સે આ ફિલ્મનું બાકીનું કામ અને પેચ વર્ક પૂરું કર્યું. રેપ અપની જાણકારી સલમાન ખાન ફિલ્મ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપી.

15-20 દિવસનું શેડ્યુઅલ આ મહિનાના અંત સુધી રાખવામાં આવ્યું હતું પરંતુ આ તેની પહેલાં જ પૂરું થઇ ગયું. ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઘણી સાવધાની રાખવામાં આવી જેથી કાસ્ટ અને ક્રૂ કોરોના સંક્રમણથી સેફ રહે.

રિલીઝ ડેટનું અનાઉન્સમેન્ટ બાકી
વીડિયોમાં સલમાન ખાન 'રાધે'ના શૂટિંગ માટે રેપ અપની જાહેરાત કરતા બધાને આભાર કહેતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં છેલ્લે કમિંગ સૂનનો મેસેજ લખ્યો છે. ફિલ્મમાં સલમાન ખાન, દિશા પટની, રણદીપ હૂડા અને જેકી શ્રોફ કાસ્ટમાં સામેલ છે. ફિલ્મને સલમાન ખાન ફિલ્મ્સ, રીલ લાઈફ પ્રોડક્શન અને સોહેલ ખાન પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો