મિત્ર હોય તો ભાઈજાન જેવો:કેટરીના ને શાહરુખ માટે સલમાન ખાને 'ટાઇગર 3'ની શૂટિંગ ડેટ્સ ચેન્જ કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કેટરીના ડિસેમ્બરમાં રાજસ્થાનમાં લગ્ન કરવાની છે

સલમાન ખાન બેક ટુ બેક અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે, હવે એક્ટરે 'ટાઇગર 3'નું શૂટિંગ રીશિડ્યૂઅલ કર્યું છે. આમ કરવાનું કારણ કેટરીના લગ્ન તથા શાહરુખ છે.

મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના રિપોર્ટ પ્રમાણે, આર્યન ખાનને જામીન મળ્યા બાદ શાહરુખ દીકરા સાથે સમય પસાર કરવા માગતો હતો. આથી જ તે 'પઠાન'નું શૂટિંગ તરત શરૂ કરી શકે તેમ નહોતો. આથી જ સલમાને મિત્રતાના નાતે 'ટાઇગર 3'નું શૂટિંગ ડેટ્સ ચેન્જ કરીને 'પઠાન'નું શૂટિંગ રીશિડ્યૂઅલ કરી આપ્યું. ઉલ્લેખનીય છે કે 'પઠાન' તથા 'ટાઇગર 3' ધર્મા પ્રોડક્શનની છે. 'પઠાન'નું શૂટિંગ હવે ડિસેમ્બર એન્ડ કે જાન્યુઆરીમાં થશે તેમ માનવામાં આવે છે. 'ટાઇગર'માં શાહરુખનો અને 'પઠાન'માં સલમાનનો કેમિયો જોવા મળશે.

કેટરીનાના લગ્ન બાદ 'ટાઇગર'નું શૂટિંગ થશે
કેટરીના કૈફ 7થી 12 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનમાં વિકી કૌશલ સાથે લગ્ન કરવાની છે. સલમાન ખાન ડિસેમ્બરમાં 'ટાઇગર 3'નું શૂટિંગ કરવાનો હતો. જોકે, કેટના લગ્ન હોવાથી સલમાને શૂટિંગ હવે આવતા વર્ષે કરવાનું નક્કી કર્યુ્ં છે. ફિલ્મમાં કેટરીના લીડ રોલમાં છે.

'અંતિમ'ના પ્રમોશનમાં વ્યસ્ત સલમાન
'ટાઇગર 3' તથા 'પઠાન'નું શૂટિંગ પોસ્ટપોન થવાથી સલમાન ખાન હવે 'અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આયુષ શર્મા ગેંગસ્ટર તથા સલમાન પોલીસના રોલમાં જોવા મળશે.

કેટરીનાના લગ્નમાં હાજરી આપશે
કેટરીના તથા વિકી રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ટ હોટલમાં લગ્ન કરવાના છે. આ લગ્નમાં બોલિવૂડના ટોચના કલાકારો હાજરી આપે તેવી શક્યતા છે. સલમાન ખાન લગ્નમાં આવવાનો છે.