તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

55મો બર્થડે:સલમાન ખાને ભાણી-પરિવાર સાથે જન્મદિવસની કેક કાપી, લૅવિશ પાર્ટીમાં નિકટના મિત્રો જોવા મળ્યા

મુંબઈ3 મહિનો પહેલા

27 ડિસેમ્બરના રોજ સલમાન ખાનનો 55મો જન્મદિવસ હતો. સલમાનની ભાણી આયત શર્માનો પણ પહેલો જન્મદિવસ હતો. ગયા વર્ષે સલમાન ખાનના જન્મદિવસ પર અર્પિતા ખાન તથા આયુષ શર્મા દીકરીના પેરેન્ટ્સ બન્યાં હતાં. સલમાન ખાને પોતાનો તથા ભાણીનો જન્મદિવસ પનવેલ ફાર્મહાઉસમાં ભવ્ય રીતે સેલિબ્રેટ કર્યો હતો. ખાન પરિવારે લૅવિશ પાર્ટી યોજી હતી અને પાર્ટીમાં નિકટના મિત્રો તથા પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં.

ચાર ટાયર કેક કાપી
સલમાન ખાને માતા સલમા, પિતા સલીમ ખાન, આયત તથા ભાણીયા અહિલની સાથે ચાર ટાયર કેક કાપી હતી. પરિવારના અન્ય સભ્યો તથા મિત્રોએ 'હેપી બર્થડે' સોંગ ગાયું હતું. પાર્ટીમાં રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા તથા બંને બાળકો સાથે જોવા મળ્યો હતો. સલમાનની બર્થડે પાર્ટી વહેલી સવાર સુધી ચાલી હતી.

સલમાન ખાનની જન્મદિવસની પાર્ટી તસવીરોમાં

સલમાન ખાન ભાણી આયત સાથે
સલમાન ખાન ભાણી આયત સાથે
જેનેલિયા ડિસોઝા આયત સાથે
જેનેલિયા ડિસોઝા આયત સાથે
અલવિરા ખાન (વચ્ચે) મિત્રો સાથે
અલવિરા ખાન (વચ્ચે) મિત્રો સાથે
અર્પિતા ખાન મિત્રો સાથે
અર્પિતા ખાન મિત્રો સાથે
સલમાન ખાન મહેમાનો સાથે
સલમાન ખાન મહેમાનો સાથે
જેનેલિયા-અર્પિતા પાર્ટીમાં
જેનેલિયા-અર્પિતા પાર્ટીમાં
સલમાન-આયતે આ બિગ કેક કાપી હતી
સલમાન-આયતે આ બિગ કેક કાપી હતી

મીડિયા સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો
સલમાનના મિડનાઈટ બર્થડે સેલિબ્રેશન દરમિયાન મીડિયા પણ હાજર હતું. આ સમયે સલમાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ વર્ષે કોઈ સેલિબ્રેશન થશે નહીં. તે તથા તેના પરિવાર સિવાય કોઈ પણ હાજર નહીં હોય. સલમાને વધુમાં કહ્યું હતું, 'મને આ ભયાનક વર્ષમાં મારો જન્મદિવસ સેલિબ્રેટ કરવાની કોઈ ઈચ્છા નથી. મને આશા છે કે આવતું વર્ષ આપણા માટે પોઝિટિવિટી લઈને આવશે. તમામ સ્વસ્થ, ખુશ અને સુરક્ષિત રહેશે.' સલમાનની મિડનાઈટ પાર્ટીમાં કોમેડિયન સુનીલ ગ્રોવર, મુદસ્સર ખાન, નિકિતિન ધીર, ડિરેક્ટર મુકેશ છાબરા તથા પોલિટિશિયન બાબા સિદ્દીકી હતા.

ગેલેક્સીમાં ચાહકોને ભીડ ના કરવાનું કહ્યું હતું
સલમાને મેસેજમાં લખ્યું હતું, 'મારા જન્મદિવસ પર ફેન્સનો પ્રેમ અને સ્નેહ વર્ષોથી ખૂબ રહ્યો છે, પણ આ વર્ષે મારો વિનમ્ર આગ્રહ છે કે કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને મારા ઘરની બહાર ભીડ ના લગાવતા. માસ્ક પહેરો, સેનિટાઇઝ કરો. સોશિયલ ડિસ્ટન્સ રાખો. આ સમયે હું ગેલેક્સીમાં નથી.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો