વાઇરલ વીડિયો:સલમાન ખાન પાર્ટીમાં ગ્લાસ હાથમાં લઈને આવ્યો, ફોટોગ્રાફર્સને જોતાં જ જીન્સના પોકેટમાં છુપાવ્યો

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડના દબંગ ખાન, એટલે કે સલમાન હાલમાં જ એક પાર્ટીમાં જોવા મળ્યો હતો. પાર્ટીમાં એન્ટ્રી કરતા સમયે સલમાને એવી હરકત કરી કે ચાહકો પણ કન્ફ્યુઝ થઈ ગયા છે.

સલમાનને આખરે એવું શું કર્યું?
સલમાન પાર્ટીમાં એન્ટ્રી કરતો હોય એવો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સલમાન ખાનના હાથમાં અડધો ભરેલો ગ્લાસ છે. ફોટોગ્રાફર્સને જોઈને સલમાન ખાન ગ્લાસ છુપાવવાનો પ્રયાસ કરે છે. સૌથી હાસ્યાસ્પદ વાત એ હતી કે સલમાન ખાને એ ગ્લાસ પોતાના જીન્સના ફ્રન્ટ સાઇડ પોકેટમાં મૂક્યો હતો.

કોની પાર્ટી હતી?
સલમાન ખાન ફિલ્મ-પ્રોડ્યુસર મુરાદ ખેતાનીની બર્થડે પાર્ટીમાં આવ્યો હતો. સલમાન કારમાંથી નીચે ઊતરે છે અને ત્યારે તેના હાથમાં ગ્લાસ હતો. ગ્લાસને જીન્સના પોકેટમાં મૂકીને સલમાન પાર્ટીમાં એન્ટ્રી લે છે.

સો.મીડિયા યુઝર્સે શું કહ્યું?
નવાઈની વાત એ છે કે સલમાન જ્યારે પાર્ટીમાંથી બહાર આવે છે ત્યારે પણ તેના હાથમાં ગ્લાસ હોય છે અને તે હાથમાં ગ્લાસ રાખીને ગાડીની ફ્રન્ટ સીટ પર બેસી જાય છે. સલમાનનો આ વીડિયો જોઈને ચાહકો કન્ફ્યુઝ થઈ ગયા હતા. અનેક યુઝર્સે સવાલ કર્યો હતો કે આખરે ગ્લાસમાં શું હતું? કેટલાક સવાલ કર્યો હતો કે ગ્લાસમાં વોડકા હતું કે જીન ટૉનિક? અનેક યુઝર્સને નવાઈ લાગી હતી કે સલમાન પોકેટમાં આ રીતે ગ્લાસ કેવી રીતે મૂકી શકે? ઘણા યુઝર્સે એમ કહ્યું હતું કે ગ્લાસમાં પાણી હતું.

કિસી કા ભાઈ...કિસી કી જાન'માં સલમાનનો ફર્સ્ટ લુક.
કિસી કા ભાઈ...કિસી કી જાન'માં સલમાનનો ફર્સ્ટ લુક.

હાલમાં જ ઇન્ડસ્ટ્રીમાં 34 વર્ષ પૂરાં કર્યા
સલમાન 26 ઓગસ્ટ, 1988માં ફિલ્મ 'બીવી હો તો ઐસી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાનનો રોલ નાનો હતો, પરંતુ એક વર્ષ બાદ 1989માં સલમાન હીરો તરીકે 'મૈંને પ્યાર કિયા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે પ્રેમનો રોલ પ્લે કર્યો હતો. સલમાનની નવી ફિલ્મનું નામ 'કિસી કા ભાઈ...કિસી કી જાન' છે. સલમાન 'ટાઇગર 3'માં કેટરીના કૈફ સાથે જોવા મળશે.