સંકટની ઘડીમાં સધિયારો:સલમાન ખાન રોજ ફોન કરીને શાહરુખને સાંત્વના આપે છે, 'ભાઈજાન'ના પેરેન્ટ્સ આર્યનને જામીન મળે તે માટે દુઆ કરે છે

મુંબઈ3 મહિનો પહેલા
  • એક સમયે શાહરુખ-સલમાન એકબીજાના કટ્ટર દુશ્મન હતા, આજે ખાસ મિત્રો છે

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સકેસમાં પકડાયો છે. આર્યન ખાનને હજી સુધી જામીન મળ્યા નથી. આજે (28 ઓક્ટોબર) ફરી એકવાર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી છે. આર્યન ખાનની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ 2 ઓક્ટોબરના રોજ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. આ મુશ્કેલ સમયમાં શાહરુખને સૌ પહેલાં સલમાન ખાન મળવા આવ્યો હતો. આ દુઃખની ઘડીમાં સલમાન ખાન સતત શાહરુખને પડખે ઊભો રહ્યો છે.

સલમાનના પેરેન્ટ્સ આર્યન માટે પ્રાર્થના કરી રહ્યા છે
વેબ પોર્ટલ 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, આ સંકટ સમયે બંને પરિવાર ક્યારેય ના હોય એટલે નજીક આવી ગયા છે. સલમાનના પેરેન્ટ્સ રોજ આર્યન જલ્દીથી ઘરે આવે તે માટે પ્રાર્થના કરે છે. તો બીજી બાજુ સલમાન ખાન પણ રોજ શાહરુખ ખાન સાથે ફોન પર વાત કરે છે. આ સંકટમાં જો કંઈ સારું થયું હોય તો એ એ છે કે, શાહરુખ તથા સલમાન એકબીજાની એકદમ નિકટ આવી ગયા છે. તેમના મનમાં કોઈ જાતની કડવાશ રહી નથી.

થોડાં સમય પહેલાં જ શાહરુખ-સલમાનનો જૂનો વીડિયો વાઇરલ થયો
સલમાન ખાનના ગેમ શો 'દસ કા દમ'નો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં શાહરુખ ખાન સ્પેશિયલ ગેસ્ટ બનીને આવ્યો હતો. આ શોમાં શાહરુખ ખાને કહ્યું હતું કે તેની પર અથવા તેના પરિવાર પર જ્યારે પણ સંકટના વાદળો આવશે ત્યારે સલમાન મદદ કરશે. શાહરુખની આ વાત સાંભળીને સલમાને હકારમાં માથું હલાવ્યું હતું અને બંને એક્ટર્સ ભાવુક થઈને એકબીજાને ભેટી પડ્યા હતા. આ વીડિયો ક્લિપ શોના ગ્રાન્ડ ફિનાલેની હતી.

એક સમયે દુશ્મન હતા સલમાન-શાહરુખ
2008માં કેટરીના કૈફે જન્મદિવસની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં કેટરીનાએ સલમાન, શાહરુખ-ગૌરીને પણ બોલાવ્યા હતા. પાર્ટીમાં સલમાને અનેકવાર શાહરુખ સાથે મજાક કરી હતી. તે વારંવાર શાહરુખને કહેતો કે તેણે 'મૈં ઔર મિસિસ ખન્ના'માં કેમિયો ના કર્યો. વારે ઘડીએ આ વાત સાંભળીને શાહરુખ પણ ગુસ્સે થઈ ગયો હતો અને તેણે સલમાન સાથે દલીલો કરી હતી. થોડી જ વારમાં બંને વચ્ચે ઉગ્ર દલીલો થવા લાગી હતી અને છેલ્લે બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. આ સમયે કેટરીના તથા ગૌરીએ બંનેને અલગ પાડ્યા હતા. આ ઘટના બાદથી શાહરુખ તથા સલમાન વચ્ચે કટ્ટર દુશ્મની થઈ હતી. બંને એકબીજાની સાથે વાત તો દૂર એકબીજા સામે જોતા પણ નહોતા.

2014માં દુશ્મની ભૂલી મિત્રો બન્યા
2014માં બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં સલમાન તથા શાહરુખ એકબીજાને ગળે મળ્યા હતા અને જૂની દુશ્મની ભૂલી ગયા હતા.

અર્પિતાના લગ્નમાં શાહરુખની હાજરી
2014માં સલમાનની લાડલી નાની બહેન અર્પિતાના લગ્ન હતા. શાહરુખ ખાને લગ્નમાં તો હાજર નહોતો રહ્યો, પરંતુ લગ્નના આગલા દિવસે ઘરે જઈને અર્પિતાને મળ્યો હતો. શાહરુખ-અર્પિતા-સલમાનની આ તસવીર ઘણી જ વાઇરલ થઈ હતી.

2018માં શાહરુખે પાર્ટીમાં હાજર રહ્યો
ડિસેમ્બર, 2018માં સલમાનનો 53મો જન્મદિવસ હતો. બર્થડે પાર્ટીમાં સલમાને શાહરુખને પણ બોલાવ્યો હતો. પાર્ટીમાં બંનેએ 'સત્તે પે સત્તા'નું ગીત 'પ્યાર હમે કિસ મોડ..' પર ગાયું હતું.

એકબીજાની ફિલ્મમાં કામ કર્યું
સલમાનની ફિલ્મ 'ટ્યુબલાઇટ'માં શાહરુખે કેમિયો કર્યો હતો. તે જ રીતે શાહરુખની ફિલ્મ 'ઝીરો'માં સલમાને કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...