તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઈનો બોડીગાર્ડ શેરા:પહેલીવાર સલમાન ખાનને ક્યાં મળ્યો હતો, ઈન્ટરવ્યૂમાં જણાવી આ વાતો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલમાન ખાન બોડીગાર્ડ શેરાને પોતાના પરિવારનો હિસ્સો માને છે
  • સલમાન ખાન બોડીગાર્ડના દીકરાને બોલિવૂડમાં લૉન્ચ કરશે

'દબંગ' સલમાન ખાન અંગે કહેવાય છે કે તે પોતાની દિલદારી માટે જાણીતો છે. તે જો કોઈ સાથે મિત્રતા કરે તો તે મિત્રતા આજીવન નિભાવે છે. આમ તો શેરા સુપરસ્ટાર સલમાન ખાનનો બોડીગાર્ડ છે. જોકે, બંને વચ્ચે ગજબનું બોન્ડિંગ જોવા મળે છે. બંને એકબીજાના મિત્ર છે. એક તરફ શેરા એક્ટર સલમાન ખાનનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યો છે, તો બીજી બાજું સલમાન ખાનને પણ શેરા પ્રત્યે ખાસ લગાવ છે. હાલમાં જ શેરાએ ઈન્ટરવ્યૂમાં સલમાન ખાન સાથેની પહેલી મુલાકાત અંગે વાત કરી હતી.

શેરાએ હાલમાં જ યુ ટ્યૂબ ચેનલ વાઈરલ બોલિવૂડને આપેલા ઈન્ટરવ્યૂમાં સલમાન ખાન સાથેના ઈક્વેશન અંગે વાત કરી હતી. શેરાએ કહ્યું હતું, 'સલમાન સાથે મારી પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે હું જાણીતી સિંગર વિગફિલ્ડના શોની સિક્યોરિટીનું કામ જોતો હતો. બીજી વાર સલમાન ખાન સાથે મારી મુલાકાત ત્યારે થઈ જ્યારે હોલિવૂડ એક્ટર કીનુ રિવ્સ ભારત આવ્યા હતા. 'સ્પીડ' રિલીઝ થઈ ગઈ હતી અને 'મેટ્રિક્સ' રિલીઝ થવાની હતી. પહેલી વાર મેં સલમાન ખાનની સાથે ચંદીગઢમાં કામ કર્યું હતું. ત્યારબાદ બસ તેમના માટે જ કામ કર્યું છે.'

દીકરાને લૉન્ચ કરશે
શેરાએ વધુમાં એમ પણ કહ્યું હતું કે જ્યારે કોરોનાની પરિસ્થિતિ પર કંટ્રોલ આવી જશે પછી સલમાન ખાન તેના દીકરાને બોલિવૂડમાં લૉન્ચ કરશે.

થોડાં મહિના પહેલાં સલમાને શેરા સાથેની તસવીર શૅર કરી હતી
સલમાન ખાને પોતાના બોડીગાર્ડ શેરા સાથેની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે શેરાના ખભા પર હાથ મૂકીને ઊભો છે. આ તસવીરને સલમાનને કેપ્શન આપ્યું છે, 'વફાદારી.' કેપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે સલમાન પોતાના બોડીગાર્ડથી ઘણો જ ખુશ છે. સલમાન જ્યાં પણ જાય છે ત્યાં બોડીગાર્ડ શેરા પડછાયાની જેમ હંમેશાં સાથે હોય છે.

છેલ્લાં 24 વર્ષથી ગુરમીત સિંહ જોલી એટલે કે શેરા સલમાન ખાનની સુરક્ષા કરે છે. આજે સલમાન માટે શેરા માત્ર એક કર્મચારી નથી પરંતુ તેને પરિવારનો સભ્ય માને છે. સલમાનની જેમ જ શેરા પણ ચાહકોમાં લોકપ્રિય છે.

શેરા એક્ટર સલમાન માટે પાંચ-પાંચ કિમી ચાલે છે
સલમાન જ્યાં જવાનો હોય છે, તે જગ્યાએ શેરા એક દિવસ પહેલાં જતો હોય છે. ઘણીવાર ચાહકોની ભીડ વધારે હોય તો તેમને દૂર કરવા માટે શેરા પાંચ કિમી સુધી ચાલતો હોય છે. શેરાએ બોડી બિલ્ડિંગમાં જુનિયર મિસ્ટર મુંબઈ તથા જુનિયર મિસ્ટર મહારાષ્ટ્ર જેવા ટાઈટલ જીત્યા છે. શેરા સતત સલમાનની સાથે હોય છે.

એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, સલમાનની સુરક્ષા કરવા માટે શેરાને 2 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર મળે છે. એટલે કે મહિનાનો પગાર 16.50 લાખ રૂપિયા છે.

હોલિવૂડ સ્ટાર્સને સુરક્ષા આપતો હતો
શેરાના મતે, તે એક દોસ્તની જેમ સલમાનની સુરક્ષા કરે છે. શેરા મુંબઈમાં સલમાનની નિકટમાં રહેતો હતો અને પછી તેનો બોડીગાર્ડ બની ગયો. સલમાનના કહેવા પર શેરાએ થોડાં વર્ષ પહેલાં પોતાની ઈવેન્ટ કંપની વિઝક્રોફ્ટ પણ શરૂ કરી હતી. આ ઉપરાંત શેરાની અન્ય એક કંપની ટાઈગર સિક્યોરિટી પણ છે. આ સિક્યોરિટી કંપની સ્ટાર્સને સુરક્ષા પૂરી પાડે છે. શેરા શરૂઆતમાં પિતાની ઓટો મોબાઈલ કંપનીમાં કામ કરતો હતો. પર્ફેક્ટ બોડી જોઈને એક સિક્યોરિટી કંપનીએ શેરાને બોડીગાર્ડની નોકરી આપી હતી. શેરા અહીંયા ભારત આવતા હોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા કરતો હતો. શેરા એક્ટર સલમાનને માલિક કહીને બોલાવે છે.

સલમાનની સુરક્ષા કરીને શેરાને ખુશી મળી છે
એક ઈન્ટરવ્યૂમાં શેરાએ કહ્યું હતું, 'હું માલિકના પરિવારનો હિસ્સો છું. હું તેમને ઘણો જ પ્રેમ કરું છું. હું છેલ્લાં 24 વર્ષથી માલિકની સાથે છું. તે બહુ જ મોટા વ્યક્તિ છે. પહેલી જ મુલાકાતમાં સામેની વ્યક્તિને ઓળખી લે છે. બહુ વર્ષો પહેલાં સોહેલભાઈએ મને ઓફિસ બોલાવ્યો હતો. કારણ કે માલિકને બહારના શો માટે સિક્યોરિટી જોઈતી હતી. સોહેલ ભાઈએ કહ્યું હતું કે તું જ સલમાનના બહારના શોની સિક્યોરિટી કરીશ. મેં તરત જ હા પાડી દીધી અને આજે હું માલિકની સાથે જ છું.'

વધુમાં શેરાએ કહ્યું હતું, 'મેં તેમને છોડ્યા નથી અને ક્યારેય છોડીશ નહીં. મારું કામ જોઈને માલિક ઘણાં જ ખુશ છે. ભીડને હેન્ડલ કરવાનું કામ અમારું છે. ભાઈના જેવું ફેન ફોલોઈંગ મેં આજ સુધી જોયું નથી. માલિક હંમેશાં અમને કહે છે કે ભીડ ગમે તેટલી કેમ ના હોય, પરંતુ કોઈને ઈજા થવી જોઈએ નહીં.'