બોલિવૂડમાં દિવાળી સેલિબ્રેશન:પ્રોડ્યુસર રમેશ તૌરાણીની પાર્ટીમાં સલમાન ખાન કથિત પ્રેમિકા સાથે આવ્યો, તસવીરોમાં રંગીન પાર્ટી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કબીર ખાન, મીની માથુર, બોબી દેઓલ સહિતના સેલેબ્સ પાર્ટીમાં આવ્યાં

બોલિવૂડમાં દિવાળી સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. બોલિવૂડમાં સૌ પહેલી દિવાળી પાર્ટી જાણીતા પ્રોડ્યુસર રમેશ તૌરાણીએ આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સ હાજર રહ્યા હતા.

પાર્ટીમાં કોણ કોણ હાજર રહ્યું?
રમેશ તૌરાણીની પાર્ટીમાં સલમાન ખાન કથિત પ્રેમિકા લુલિયા વંતુર સાથે એક જ કારમાં આવ્યો હતો. જોકે બંનેએ સાથે પોઝ આપ્યા નહોતો. પહેલાં સલમાન ખાને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા અને ત્યાર બાદ લુલિયા આવી હતી અને તેણે પોઝ આપ્યા હતા. આ ઉપરાંત બોબી દેઓલ, મિઝાન જાફરી, આફતાબ શિવદાસીની, કબીર ખાન-મીની માથુર, હરમન બાવેજા, કીર્તિ ખરબંદા-પુલકિત સમ્રાટ, આયુશ શર્મા, અતુલ અગ્નિહોત્રી હાજર રહ્યાં હતાં.

એકતા કપૂર, તુષાર કપૂર, સુનીલ શેટ્ટી-માના શેટ્ટી, અનુષ્કા રંજન-આકાંક્ષા રંજન, આદિત્ય સીલ, કરન પટેલ, કરન ટેકર, સાકીબ સલીમ પણ જોવા મળ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ 'અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આયુશ શર્મા છે. મહેશ માંજરેકરની આ ફિલ્મ 26 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

તસવીરોમાં જુઓ રંગીન પાર્ટીની ખાસ તસવીરો...

પ્રોડ્યુસર જય.
પ્રોડ્યુસર જય.
ડાબેથી, પુલકિત સમ્રાટ, રમેશ તૌરાણી, લુલિયા, કીર્તિ ખરબંદા.
ડાબેથી, પુલકિત સમ્રાટ, રમેશ તૌરાણી, લુલિયા, કીર્તિ ખરબંદા.
એક્ટ્રેસ શરવરી.
એક્ટ્રેસ શરવરી.
એક્ટર કરન ટેકર.
એક્ટર કરન ટેકર.
ડાબેથી, લુલિયા, સલમાન, આયુષ શર્મા, પુલકિત-કીર્તિ.
ડાબેથી, લુલિયા, સલમાન, આયુષ શર્મા, પુલકિત-કીર્તિ.
એકતા કપૂર, કબીર ખાન-મીની માથુર, કરન પટેલ, સુનીલ શેટ્ટી-માના.
એકતા કપૂર, કબીર ખાન-મીની માથુર, કરન પટેલ, સુનીલ શેટ્ટી-માના.
ડાબેથી, આકાંક્ષા-અનુષ્કા રંજન-આદિત્ય સીલ, મિઝાન જાફરી, તુષાર કપૂર.
ડાબેથી, આકાંક્ષા-અનુષ્કા રંજન-આદિત્ય સીલ, મિઝાન જાફરી, તુષાર કપૂર.
ડાબેથી, આફતાબ, રમેશ તૌરાણી, બોબી દેઓલ, સાકીબ સલીમ.
ડાબેથી, આફતાબ, રમેશ તૌરાણી, બોબી દેઓલ, સાકીબ સલીમ.
રમેશ તૌરાણીનો દીકરો ગિરીશ તૌરાણી.
રમેશ તૌરાણીનો દીકરો ગિરીશ તૌરાણી.
હરમન બાવેજા (જમણી બાજુ).
હરમન બાવેજા (જમણી બાજુ).
રમેશ તૌરાણી પત્ની સાથે.
રમેશ તૌરાણી પત્ની સાથે.
અન્ય સમાચારો પણ છે...