તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાન ખાનની જાહેરાત:‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ ડેટ જાહેર કરી ભાઈજાને કહ્યું, ‘ઈદનું કમિટમેન્ટ હતું, ઈદ પર જ ફિલ્મ આવશે’

5 મહિનો પહેલા
13 મે, 2021ના રોજ ફિલ્મ રિલીઝ થશે
  • ફિલ્મમાં સાજિદ ખાને મ્યુઝિક કમ્પોઝ કર્યું છે, સાજિદના જોડીદાર વાજિદનું ગયા વર્ષે નિધન થયું હતું
  • નામ ક્રેડિટમાં સાજિદ-વાજિદ જ લખવામાં આવશે

સલમાન ખાને તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ ડેટની ઓફિશિયલ જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘ઈદ કા કમિટમેન્ટ થા, ઈદ પર હી આયેગા, ક્યોંકિ એક બાર જો મૈંને....(કમિટમેન્ટ કર દી તો મૈં અપની આપકી ભી નહિ સુનતા)’. 2 મહિના પછી 13 મેના રોજ ફિલ્મ રિલીઝ થશે.

બર્થડે પર કહ્યું હતું, લોકોનું સ્વાસ્થ્ય ફર્સ્ટ પ્રાયોરિટી
ડિસેમ્બરમાં સલમાન ખાનનાં 55મા જન્મદિવસે તેને એક યુઝરે પૂછ્યું કે, રાધે ક્યારે રિલીઝ થશે ત્યારે જવાબ આપતા કહ્યું હતું, જ્યારે સ્થિતિ નોર્મલ હશે અને લોકો થિયેટર જવા લાગશે ત્યારે જ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થવાની હશે ત્યારે થઇ જ જશે. હાલ સ્થિતિ સારી નથી. ફિલ્મ રિલીઝ કરી અને એ પછી ત્યાં જઈને કોઈ બીમાર પડે કે મૃત્યુ પામે તો આ યોગ્ય નથી. નોર્મલ સ્થિતિમાં ફિલ્મ રિલીઝ થશે. કારણ કે લોકોનું સ્વાસ્થ્ય અને જીવ વધારે મહત્ત્વનો છે.

કમિટમેન્ટ જાળવી રાખ્યું
2 મહિના પહેલાં સલમાન ખાને કહ્યું હતું, 'તમામ થિયેટર માલિકોને જવાબ આપવામાં લાંબો સમય થઈ ગયો, ક્ષમા કરો. આ સમય દરમિયાન આ સૌથી મોટો નિર્ણય છે. થિયેટર માલિક તથા એક્ઝિબિટર્સ જે નાણાકીય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યાં છે, તેને હું સમજી શકું છું. 'રાધે'ને થિયેટરમાં રિલીઝ કરીને તેમની મદદ કરવા ઈચ્છું છું. બદલામાં હું 'રાધે' જોવા આવનાર દર્શકો માટે થિયેટરમાં વધુ સાવચેતી રાખવામાં આવે તેવી આશા કરું છું. કમિટમેન્ટ ઈદનું હતું તો ઈન્શાલ્લાહ 2021ની ઈદમાં જ રિલીઝ થશે.'

થિયેટર ઓનર્સે ભાઈજાનને પત્ર લખ્યો હતો
સલમાન ખાનની આશરે દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર આરામથી 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવી લે છે. તેના આ ઈતિહાસને જોઇને દેશભરના ઘણા એક્ઝિબિટર એસોસિએશને તેને એક લેટર લખ્યો હતો. આ તમામની વિનંતી હતી કે સલમાન તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઈદ-2021ના દિવસે થિયેટરમાં રિલીઝ કરે. જેથી ઘણા સમયથી ઠપ પડેલા બિઝનેસને વેગ મળે. એક્ઝિબિટર્સનું માનવું છે કે, 'રાધે' ફિલ્મ ઓડિયન્સને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે અને આર્થિક તંગીમાંથી બહાર પણ નીકળી શકાશે.

વધુમાં પત્રમાં કહેવામાં આવ્યું હતું, ‘જેમ કે તમને ખબર છે કે 2020 દેશભરના કરોડો લોકોની જેમ જ ઇન્ડિયન ફિલ્મ એક્ઝિબિટર્સ સેક્ટર માટે પણ મુશ્કેલભર્યું રહ્યું. છેલ્લા 10 મહિનામાં અનેક સિંગલ સ્ક્રીન/સ્વતંત્ર સિનેમા હંમેશાં માટે બંધ થઈ ગયા છે. તેને લીધે લાખો લોકોની રોજીરોટી પર અસર થઈ છે. થિયેટર માટે ફિલ્મ એવી જ છે જેમ કે કાર માટે ઈંઘણ. દર્શકો સાથે જોડાયેલા કન્ટેન્ટના સતત સપ્લાય વગર થિયેટર ચાલુ રાખવા અશક્ય છે. એક દશકાથી ફિલ્મ ઓડિયન્સને સિંગલ સ્ક્રીન સુધી લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

તમારી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ’ તે ફિલ્મમાંની એક છે, જે સ્વતંત્ર થિયેટરને ફરીથી જીવિત કરવામાં સક્ષમ છે. આ ફિલ્મ જો મોટા પાયે રિલીઝ થાય તો માત્ર આર્થિક મદદ અને રાહત જ નહીં પણ ભવિષ્ય માટે થિયેટરના માલિક અને કર્મચારીઓને પણ એક આશા દેખાય છે. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે 2021માં ઈદ પર આ ફિલ્મ દરેક થિયેટરમાં રિલીઝ કરો. કારણકે અમે એક્ઝિબિટર્સ અને સૌથી વધારે તો તમારા કરોડો ફેન્સ થિયેટરમાં કમબેકની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે આનાથી વધારે સારો આઈડિયા કોઈ ના હોઈ શકે.’

ફિલ્મનાં ડિરેક્ટર પ્રભુદેવા છે
ફિલ્મનાં ડિરેક્ટર પ્રભુદેવા છે

સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. ‘રાધે’ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રીના બેનર સલમાન ખાન ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ અને રીલ લાઈફ પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યુસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...