તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સદાબહાર ભાઈજાન:સલમાન ક્યારેક 33 તો ક્યારેક 22 વર્ષ નાની હીરોઈન સાથે કરે છે રોમાન્સ, 'રાધે'માં 27 વર્ષ નાની દિશા પટની સાથે કર્યો કિસિંગ સીન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલમાને અનેકવાર પોતાનાથી ઘણી નાની ઉંમરની એક્ટ્રેસિસ સાથે રોમાન્સ કર્યો છે
  • 'લકીઃ નો ટાઈમ ફોર લવ'માં 40 વર્ષના સલમાને માત્ર 18 વર્ષની સ્નેહાને લીડ એક્ટ્રેસ બનાવી હતી

સલમાન ખાન છેલ્લાં ચાર દાયકાથી પણ વધુ સમયથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે. સલમાને બોલિવૂડની મોટાભાગની એક્ટ્રેસિસ સાથે કામ કર્યું છે. સલમાનની સાથે જે એકટ્રેસિસે બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી હાલમાં તેમાંથી મોટાભાગની એક્ટ્રેસિસે બોલિવૂડ છોડી દીધું છે અથવા તો તેઓ કેરેક્ટર રોલ પ્લે કરે છે. સલમાને 1988માં લીડ એક્ટર તરીકે ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી ડેબ્યૂ કર્યું હતું. સલમાન આજે પણ લીડ રોલમાં જોવા મળે છે અને એક્ટ્રેસિસ સાથે રોમાન્સ કરે છે. આજે (13 મે) જ રિલીઝ થયેલી ફિલ્મ 'રાધે'માં 55 વર્ષના સલમાને માત્ર 28 વર્ષની દિશા પટની સાથે જોવા મળ્યો છે. સલમાન એક્ટ્રેસ દિશા કરતાં 27 વર્ષ મોટો છે. જોકે, આ પહેલી વાર નથી કે સલમાને પોતાનાથી નાની ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કર્યો હોય. આ પહેલાં પણ સલમાને પોતાનાથી નાની ઉંમરની એક્ટ્રેસિસ સાથે કામ કર્યું છે. આજે આપણે સલમાન તથા તેની લીડ એક્ટ્રેસિસ વચ્ચે 15 કે તેનાથી વધુ વર્ષનો એજ ગેપ હોય તેવી હીરોઈન અંગે વાત કરીશું. સલમાનનો જન્મ 27 ડિસેમ્બર, 1965માં મધ્યપ્રદેશ, ઈન્દોરમાં થયો છે.

સાંઈ માંજરેકર (બર્થડેટઃ 29 ઓગસ્ટ, 1998)
એજ ગેપઃ 33 વર્ષ

એક્ટર મહેશ માંજરેકરની દીકરી સાંઈ માંજરેકર સાથે સલમાન ખાને 2019માં આવેલી ફિલ્મ 'દબંગ 3'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સાંઈ તથા સલમાન વચ્ચે રોમેન્ટિક સોંગ પણ હતું. સાંઈએ જ્યારે આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેની ઉંમર 21 તો સલમાન 54નો હતો.

અનુષ્કા શર્મા (બર્થ ડેટઃ 1 મે, 1988)
એજ ગેપઃ 23 વર્ષ

યશરાજ બેનરની ફિલ્મ 'સુલ્તાન' 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પહેલી જ વાર અનુષ્કા શર્મા તથા સલમાન ખાને સાથે કામ કર્યું હતું. સલમાન ખાનની ઉંમર 51 વર્ષની હતી, જ્યારે અનુષ્કા માત્ર 28 વર્ષની હતી. એટલે કે સલમાન પોતાની લીડ એક્ટ્રેસ કરતાં 23 વર્ષ મોટો હતો.

ઝરીન ખાન (બર્થડેટઃ 14 મે, 1987)
એજ ગેપઃ 22 વર્ષ

કેટરીના કૈફ સાથેના સંબંધો તૂટ્યા બાદ સલમાન ખાને ઝરીન ખાનને 2010માં 'વીર' ફિલ્મથી બોલિવૂડમાં લૉન્ચ કરી હતી. ઝરીનને કેટરીના કૈફની ડુપ્લીકેટ તરીકે ઓળખવામાં આવતી હતી. ઝરીને 23 વર્ષની ઉંમરે 'વીર'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે સલમાનની ઉંમર 45 વર્ષ હતી.

સ્નેહા ઉલ્લાલ (બર્થ ડેટઃ 18 ડિસેમ્બર, 1987)
એજ ગેપઃ 22 વર્ષ

સલમાન ખાને ફિલ્મ 'લકીઃ નો ટાઈમ ફોર લવ'માં માત્ર 18 વર્ષની સ્નેહા ઉલ્લાલ સાથે રોમાન્સ કર્યો હતો. 2005માં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે સલમાનની ઉંમર 40ની અને સ્નેહા 18 વર્ષની હતી. સ્નેહાને આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. સ્નેહાને ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટ કહેવામાં આવતી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સલમાન તથા ઐશ્વર્યા રાય વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.

સોનાક્ષી સિંહા (બર્થ ડેટઃ 2 જૂન, 1987)
એજ ગેપઃ 22 વર્ષ

સોનાક્ષીએ 2010માં 'દબંગ'થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં હતો. સોનાક્ષીએ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી અને સલમાન 45 વર્ષનો હતો. બંનેની ઉંમર વચ્ચે 22 વર્ષનું અંતર હતું. સલમાન તથા સોનાક્ષીએ ત્યારબાદ 'દબંગ 2' તથા 'દબંગ 3'માં સાથે કામ કર્યું હતું.

આયેશા ટાકિયા (બર્થડેટઃ 10 એપ્રિલ, 1986)
એજ ગેપઃ 21 વર્ષ

2009માં રિલીઝ થયેલી 'વોન્ટેડ'માં આયેશા ટાકિયા તથા સલમાન ખાને પહેલી જ વાર કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આયેશા તથા સલમાનની ઉંમરમાં 21 વર્ષ જેટલો તફાવત છે. 'વોન્ટેડ' સમયે આયેશાની ઉંમર 23 તો સલમાન 44નો હતો.

સોનમ કપૂર (બર્થ ડેટઃ 9 જૂન, 1985)
એજ ગેપઃ 20 વર્ષ

સલમાન ખાન તથા સોનમ કપૂરે સૌ પહેલાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરિયા'માં કામ કર્યું હતું. 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મથી સોનમ કપૂરે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ સમયે સોનમ કપૂરની ઉંમર માત્ર 22 વર્ષની હતી અને સલમાન 42 વર્ષનો હતો. એટલે કે બંને વચ્ચે ઉંમરમાં 20 વર્ષનો તફાવત હતો. ત્યારબાદ બંને 2015માં સૂરજ બરજાત્યાની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'માં લીડ એક્ટર્સ તરીકે કામ કર્યું હતું.

જેક્લીન ફર્નાન્ડિઝ (બર્થડેટઃ 11 ઓગસ્ટ, 1985)
એજ ગેપઃ 20 વર્ષ

2014માં જેક્લીને સૌ પહેલી વાર 'કિક'માં સલમાન ખાન સાથે કામ કર્યું હતું. આ સમયે જેક્લીનની ઉંમર 29 તો સલમાન 49નો હતો. ત્યારબાદ બંનેએ 2018માં 'રેસ 3'માં કામ કર્યું હતું.

અસીન (બર્થડેટઃ 26 ઓક્ટોબર, 1985)
એજ ગેપઃ 20 વર્ષ

અસીન તથા સલમાને પહેલી જ વાર 2009માં ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'માં કામ કર્યું હતું. આ સમયે અસીનની ઉંમર 24 તો સલમાન 44નો હતો. ત્યારબાદ બંનેએ 2011માં 'રેડી'માં કામ કર્યું હતું.

ડેઈઝી શાહ (બર્થડેટઃ 25 ઓગસ્ટ, 1984)
એજ ગેપઃ 19 વર્ષ

સલમાન તથા ડેઈઝી શાહે સૌ પહેલાં 'જય હો'માં પહેલી જ વાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી. આ સમયે ડેઈઝીની ઉંમર 30 તો સલમાન 49નો હતો. આ ઉપરાંત સલમાન તથા ડેઈઝીએ 'રેસ 3'માં પણ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન તથા ડેઈઝી ભાઈ-બહેનના રોલમાં હતાં.

ઝૂ ઝૂ (બર્થડેટઃ 19 જુલાઈ, 1984)
એજ ગેપઃ 19 વર્ષ

સલમાન ખાનની ફિલ્મ 'ટ્યૂબલાઈટ'માં ચાઈનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ એ પણ કામ કર્યું હતું. તેની અને સલમાનની વચ્ચે એજ ગેપ 19 વર્ષનો હતો. ઝૂ ઝૂ માત્ર 33 વર્ષની હતી અને સલમાન 52 વર્ષનો હતો.

કેટરીના કૈફ (બર્થડેટઃ 16 જુલાઈ, 1983)
એજ ગેપઃ 18 વર્ષ

કેટરીના કૈફે પહેલી જ વાર 2005માં સલમાન ખાન સાથે ડેવિડ ધવનની ફિલ્મ 'મૈંને પ્યાર ક્યૂ કિયા'માં સાથે કામ કર્યું હતું. આ સમયે કેટની ઉંમર 22 તો સલમાનની 40 હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. ત્યારબાદ બંનેએ 'પાર્ટનર', 'યુવરાજ', 'એક થા ટાઈગર', 'ટાઈગર જિંદા હૈ' તથા 'ભારત'માં કામ કર્યું હતું. સલમાન તથા કેટરીનાની જોડી ચાહકોને ઘણી જ પસંદ આવે છે. એક સમયે બંને વચ્ચે અફેર પણ હતું. આ સંબંધોનો તો અંત આવી ગયો છે અને હવે બંને સારા મિત્રો છે.

પ્રિયંકા ચોપરા (બર્થડેટઃ 18 જુલાઈ, 1982)
એજ ગેપઃ 17 વર્ષ

પ્રિયંકા ચોપરા તથા સલમાન ખાને સૌ પહેલાં 2004માં ફિલ્મ 'મુઝસે શાદી કરોગે'માં સાથે કામ કર્યું હતું. આ સમયે પ્રિયંકાની ઉંમર 22 અને સલમાન 39 વર્ષનો હતો. ત્યારબાદ બંનેએ 2007માં 'સલામ એ ઈશ્ક' તથા 2008માં 'ગોડ તુસ્સી ગ્રેટ હો'માં કામ કર્યું હતું.

દિયા મિર્ઝા (બર્થડેટઃ 9 ડિસેમ્બર, 1981)
એજ ગેપઃ 16 વર્ષ

2002માં આવેલી ફિલ્મ 'તુમકો ના ભૂલ પાયેંગે'માં સલમાને દિયા મિર્ઝા સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુસ્મિતા સેન પણ હતી. દિયા મિર્ઝાની ઉંમર તે સમયે 21 વર્ષ અને સલમાન 37 વર્ષનો હતો.

કરીના કપૂર (બર્થ ડેટઃ 21 સપ્ટેમ્બર, 1980)
એજ ગેપઃ 15 વર્ષ

સલમાન ખાને કરીના કપૂરની મોટી બહેન કરિશ્મા સાથે પણ કામ કર્યું છે. કરીના તથા સલમાને પહેલી જ વાર વર્ષ 2005માં પ્રિયદર્શનની ફિલ્મ 'ક્યૂં કી'માં સાથે કામ કર્યું હતું. આ સમયે સલમાનની ઉંમર 40 તો કરીનાની ઉંમર 25 વર્ષની હતી. બંને વચ્ચેનો એજ ગેપ 15 વર્ષ હતો. ત્યારબાદ બંનેએ લીડ રોલમાં 2009માં 'મૈં ઔર મિસિસ ખન્ના'માં સાથે કામ કર્યું હતું. 2011માં ફિલ્મ 'બોડીગાર્ડ' તથા 2015માં 'બજરંગી ભાઈજાન'માં બંને સાથે જોવા મળ્યા હતા.