તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોંગ આઉટ:‘રાધે’ ફિલ્મનું ફર્સ્ટ સોંગ ‘સીટી માર’ રિલીઝ, સલમાન અને દિશાની કેમેસ્ટ્રી જોવા જેવી છે, 3 કલાકમાં 27 લાખ લોકોએ વીડિયો જોયો

5 મહિનો પહેલા
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે
  • આ સોંગ અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની તેલુગુ ફિલ્મ ‘ડીજે’નું ઓરિજીનલ સોંગ ‘સીટી માર’ની હિન્દી રીમેક છે
  • ફિલ્મ ઈદ પર 13મેના રોજ થિયેટર્સમાં અને ઝીપ્લેક્સ પર રિલીઝ થશે

સોમવારે સલમાન ખાન અને દિશા પટની સ્ટારર ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ફર્સ્ટ સોંગ ‘સીટી માર’ રિલીઝ થઇ ગયું છે. મોસ્ટ અવેઈટેડ ફિલ્મના મેકર્સે અને સલમાન ખાને તેના ચાહકો માટે સોશિયલ મડિયા પર સોંગ શેર કર્યું છે. આ ફિલ્મમાં સલમાન અને દિશાની કેમેસ્ટ્રી અને ક્રેઝી મૂવ્ઝ જોવા લાયક છે. ફિલ્મ ઈદ પર 13મેના રોજ થિયેટર્સમાં અને ઝીપ્લેક્સ પર રિલીઝ થશે

અલ્લુ અર્જુનના ‘ડીજે’ના ઓરિજીનલ સોંગની હિન્દી રીમેક સીટી માર
‘સીટી માર’ સોંગ દેવી શ્રી પ્રસાદે કમ્પોઝ કર્યું છે, જ્યારે શબ્બીર અહમદ તેના લિરિસિસ્ટ છે. આ સોંગ ફેન્સને ઘણું ગમી રહ્યું છે. રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર લાખો વ્યૂઝ મળી ગયા છે. 3 કલાકમાં 27 લાખ લોકોએ યુટ્યુબ પર આ સોંગ જોયું છે. આ સોંગ અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની તેલુગુ ફિલ્મ ડીજેનું ઓરિજીનલ સોંગ સીટી મારની હિન્દી રીમેક છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઓરિજીનલ અને રીમેક એમ બંને સોંગની સરખામણી કરી રહ્યા છે.

સલમાનની પોસ્ટ
સલમાનની પોસ્ટ

સલમાને અલ્લુ અર્જુનને થેંક્યુ કહ્યું
સલમાને સોંગનો વીડિયો શેર કરી અલ્લુ અર્જુનનો આભાર વ્યક્ત કર્યો. તેણે લખ્યું, સીટી માર સોંગ માટે થેંક્યુ અલ્લુ અર્જુન. તમારી સ્ટાઈલ, ડાન્સ બધું જોરદાર છે. સેફ રહો અને પોતાનું ધ્યાન રાખો. લવ યુ બ્રધર.

સીટી માર સોંગ

ટ્રેલર આવી ગયું છે
સલમાન ખાન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ થઇ ગયું હતું . એક્શનની ભરપૂર આ ફિલ્મ દ્વારા સલમાન ખાન એક્ટર તરીકે આશરે દોઢ વર્ષ પછી પડદા પર કમબેક કરી રહ્યો છે. છેલ્લે, તે દબંગ 3માં દેખાયો હતો, એ 20 ડિસેમ્બર 2019ના રોજ આવી હતી. પ્રભુ દેવાના ડાયરેકશનમાં બનેલી રાધે 13 મેના રોજ થિયેટરની સાથે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે.

ભાઈજાનનું કમિટમેન્ટ
13 માર્ચના રોજ સલમાન ખાને તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ ડેટની ઓફિશિયલ જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘ઈદ કા કમિટમેન્ટ થા, ઈદ પર હી આયેગા, ક્યોંકિ એક બાર જો મૈંને....(કમિટમેન્ટ કર દી તો મૈં અપની આપકી ભી નહિ સુનતા)’.

થિયેટર ઉપરાંત ઝીપ્લેક્સ પર પણ રાધે રિલીઝ થશે
ઝી સ્ટુડિયોના CBO શારિક પટેલે કહ્યું, કોરોના મહામારીએ આપણને બધાને ઈનોવેટિવ બનવાનો મોકો આપ્યો છે. અમે ઝીપ્લેક્સ પર રિલીઝ કરી રહ્યા છે, સાથે જ ઓવરસીઝ માર્કેટમાં, જ્યાં થિયેટર્સ ખૂલ્યાં છે ત્યાં પણ ફિલ્મ રિલીઝ થશે. જો અમે આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ નહિ કરીએ તો ફેન્સ ઉદાસ થશે. અમે બધાનું સુરક્ષાનું પણ ધ્યાન રાખવા માગીએ છીએ, આથી અમે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ કરી રહ્યા છીએ, જેથી દર્શકો ઘેરબેઠાં પણ જોઈ શકે.

ફિલ્મ 40 ઓવરસીઝ દેશમાં થિયેટર્સમાં પણ રિલીઝ કરવામાં આવશે
ઓવરસીઝ દેશોમાં મિડલ ઇસ્ટ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, સિંગાપોર, યુરોપ ટેરેટરી સામેલ છે. ઇંગ્લેન્ડમાં ગયા વર્ષથી લઈને આ વર્ષે લોકડાઉન પછીની આ પ્રથમ ફિલ્મ થિયેટર્સમાં દેખાશે.

ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા છે
ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા છે

ફિલ્મની કાસ્ટ
સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. ‘રાધે’ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રીના બેનર સલમાન ખાન ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ અને રીલ લાઈફ પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યુસ કરી છે.