ભાઈજાન હવે સેટલ થશે?:સલમાન ખાને લુલિયા વન્તુર સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો!

મુંબઈ6 મહિનો પહેલા
  • સલમાન ખાને 'બિગ બોસ 15'માં સિંગલ ના હોવાનો સ્વીકાર કર્યો હતો

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું નામ લુલિયા વન્તુર સાથે જોડાયેલું છે. જોકે, સલમાને ક્યારેય આ સંબંધનો સ્વીકાર કર્યો નથી. હવે 56 વર્ષીય સલમાન ખાને 'બિગ બોસ 15'માં હાલમાં સિંગલ ના હોવાની વાત કહીને ચાહકોને નવાઈમાં મૂકી દીધા છે.

શહનાઝ ગિલે સલમાનના વખાણ કર્યાં
'બિગ બોસ 15'ની ગ્રાન્ડ ફિનાલેમાં શહનાઝ ગિલ પણ આવી હતી. શહનાઝે સલમાનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું, 'સર, તમે સિંગલ જ સારા લાગા છો.' આના પ્રત્યુત્તરમાં સલમાને કહ્યું હતું, 'જ્યારે થઈ જઈશ ત્યારે વધુ સારો દેખાઈશ.' આ સાંભળીને શહનાઝે તરત જ કહ્યું હતું, 'અચ્છા તો કમિટેડ છો?'

પહેલી જ વાર સલમાને આડકતરો સંકેત આપ્યો
સલમાન ખાને પહેલી જ વાર લવ લાઇફ અંગે આડકતરો સંકેત કર્યો હતો. જોકે, હજી પણ એ વાત નક્કી નથી કે સલમાન ખાને શો માટે કમિટેડ હોવાની વાત કહી હતી કે પછી તે રિયલમાં સેટલ થવા માગે છે.

લુલિયા તથા સલમાન.
લુલિયા તથા સલમાન.

કેટરીનાને લગ્નની શુભેચ્છા પાઠવી
શોમાં સલમાન ખાને કેટરીના કૈફના લગ્ન પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું, 'હા તેણે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે. હવે બધુ જ કુશળ મંગળ થશે. દરેક લોકો ખુશ છે.'

નોંધનીય છે કે સલમાન ખાનનું નામ અત્યારસુધી સંગીતા બિજલાણી, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ તથા લુલિયા વન્તુર સાથે જોડાઈ ચૂક્યું છે, આમાંથી કેટરીના કૈફ તથા લુલિયા બંને વિદેશી છે.

સંગીતા બિજલાણી તથા સલમાન ખાન.
સંગીતા બિજલાણી તથા સલમાન ખાન.

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'ટાઇગર 3'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ છે. આ ઉપરાંત સલમાન ખાન 'બજરંગી ભાઈજાન'ની સીક્વલ 'પવનપુત્ર ભાઈજાન'માં જોવા મળશે.