તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેપ્પી બર્થડે સલમાન:કેટરીના કૈફ તથા ઐશ્વર્યા રાય પહેલાં, આ એક્ટ્રેસિસ સાથેની નિકટતાને કારણે સલમાન ખાન ચર્ચામાં રહ્યો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પોતાની ફિલ્મ ઉપરાંત અંગત જીવન તથા રિલેશનશિપને કારણે ચર્ચામાં રહેતો હોય છે. ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલરમાંથી એક સલમાન ખાનનું નામ બોલિવૂડની અનેક ટોચની એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું છે, જેમાંથી એક સાથે તો સલમાનના લગ્નન પણ ફિક્સ થઈ ગયા હતા.

સંગીતા બિજલાણી

મિસ ઈન્ડિયા રહી ચૂકેલી સંગીતા બિજલાણી 80ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ હતી. બંને વચ્ચે 1986માં સંબંધો શરૂ થયા હતા. આ સમયે બંને ફિલ્મી દુનિયાથી દૂર હતા. 1987માં સંગીતાએ ફિલ્મ 'કાતિલ'થી ડેબ્યૂ કર્યું તો સલમાને 1988માં 'બીવી હો તો ઐસી'થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી.

10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ સંગીતા તથા સલમાને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંનેની કંકોત્રી પણ વહેંચાઈ ગઈ હતી. જોકે, લગ્ન પહેલાં બંનેએ ના પાડી દીધી હતી. કેટલાંક રિપોર્ટ્સ પ્રમાણે, સંગીતાને સલમાન તથા અન્ય એક્ટ્રેસ વચ્ચેની વધતી નિકટતા સામે વાંધો હતો. કેટલાંક એવું કહી રહ્યાં છે કે સલમાને લગ્નની ના પાડી દીધી હતી. લગ્ન તૂટ્યાના એક વર્ષ બાદ જ સંગીતાએ ક્રિકેટર અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યાં હતાં. સંગીતા તથા સલમાન આજે પણ સારા મિત્રો છે.

સોમી અલી

1992માં સોમી અલી તથા સલમાનની નિકટતા ચર્ચામાં રહી હતી. સૂત્રોના મતે, સોમીને કારણે જ સલમાન તથા સંગીતાના લગ્ન તૂટ્યાં હતાં. સોમી પાકિસ્તાની-અમેરિકન એક્ટ્રેસ છે. તેણે 'કૃષ્ણ અવતાર', 'આઓ પ્યાર કરે', 'યાર ગદ્દાર' તથા 'માફિયા' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. સોમી અલીને સલમાન સાથે લગ્ન કરવા હતા. જોકે, સલમાન તૈયાર નહોતો. સલમાન ક્યારેય પોતાના સંબંધો અંગે ખુલીને બોલ્યો નથી.

ઐશ્વર્યા રાય

સલમાન ખાન તથા ઐશ્વર્યા રાય વર્ષ 1999માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં જોવા મળ્યાં હતાં. ફિલ્મના શૂટિંગ સમયે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. સલમાન એશ પ્રત્યે ઘણો જ પઝેસિવ થઈ ગયો હતો. અનેકવાર સલમાન એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના સેટ પર કહ્યા વગર પહોંચી જતો હતો. રિપોર્ટ પ્રમાણે, સલમાને એકવાર અડધી રાત્રે ઐશ્વર્યાના ઘરની બહાર ઘણી જ ધમાલ કરી હતી. ત્યારબાદ સલમાન અને ઐશ્વર્યાના સંબંધોમાં આવેલી કડવાશની ચર્ચા થવા લાગી હતી. અનેક ઝઘડા બાદ ઐશ્વર્યાએ અંતે સલમાનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. સલમાન સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યાએ વિવેક ઓબેરોય સાથે સંબંધો બાંધ્યા હતા. જોકે, સલમાને ગુસ્સામાં આવીને વિવેકને ધમકીઓ આપી હતી.

કેટરીના કૈફ

કેટરીના કૈફે વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'મૈંને પ્યાર ક્યો કિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. કેટરીનાના ડેબ્યૂનું શ્રેય સલમાનને જાય છે. સલમાન તથા કેટરીનાએ ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું અને પછી તેમના સંબંધો ચર્ચામાં આવ્યા હતા. સલમાન કેટરીના અંગે એટલો પઝેસિવ હતો કે એક પાર્ટીમાં તે શાહરુખ ખાન સાથે ઝઘડી પડ્યો હતો. આ ઝઘડાના થોડાં દિવસ બાદ જ કેટરીનાએ સલમાન સાથે બ્રેકઅપ કરી લીધું હતું. સલમાન સાથેના સંબંધો તૂટ્યાં બાદ કેટરીના-રણબીર રિલેશનશિપમાં આવ્યા હતા. બંને લિવ ઈનમાં રહેતા હતા અને લગ્ન કરવાના હતા. જોકે, પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. હાલમાં કેટરીના સિંગલ છે.

ઝરીન ખાન

કેટરીના કૈફ સાથેના સંબંધો તૂટ્યા બાદ સલમાન ખાને કેટરીના જેવી જ દેખાતી જ ઝરીન ખાનને ફિલ્મ 'વીર'થી લૉન્ચ કરી હતી. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. એવું પણ કહેવાય છે કે સલમાને ઝરીનને બાંદ્રામાં 3BHK ફ્લેટ પણ ગિફ્ટ કર્યો હતો. જોકે, બંનેએ ક્યારેય સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી.

ડેઈઝી શાહ

ફિલ્મ 'તેરે નામ'ના ગીતમાં સલમાનની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળેલી ડેઈઝી શાહની ટેલેન્ટથી ઈમ્પ્રેસ થઈ સલમાને 'જય હો'માં તેને લીધી હતી. ફિલ્મમાં કામ કર્યા બાદ સલમાન તથા ડેઈઝી અવારનવાર સાથે જોવા મળતા હતા. સૂત્રોના મતે બંને રિલેશનશિપમાં રહ્યા હતા.

લુલિયા વન્તુર​​​​​​​

સલમાને રોમાનિયન બ્યૂટી લુલિયા વન્તુરને 'ઓ તેરી સે' લૉન્ચ કરી હતી. બંને થોડાં સમયમાં જ એકબીજાની નિકટ આવી ગયા હતા. બંને દરેક જગ્યાએ સાથે જોવા મળે છે. લુલિયા ખાન પરિવારની નિકટ છે. લૉકડાઉનમાં સલમાન તથા લુલિયાએ ફાર્મહાઉસમાં સાથે સમય પસાર કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો