ઓરમેક્સ મીડિયા દર મહિને પોપ્યુલર મેલ ને ફીમેલ સ્ટાર્સનું લિસ્ટ રિલીઝ કરે છે. આ વખતે ફેબ્રુઆરી મહિનાના લિસ્ટ પ્રમાણે, શાહરુખ ખાન દેશનો સૌથી લોકપ્રિય ફિલ્મસ્ટાર છે. બીજા નંબરે સલમાન તથા ત્રીજા પર અક્ષય કુમાર છે. ફીમેલ સ્ટાર્સની વાત કરીએ તો આલિયા ભટ્ટ નંબર વન પર છે. બીજા નંબરે દીપિકા તો ત્રીજા નંબરે કિઆરા અડવાણી છે.
પોપ્યુલર સ્ટાર્સ પર એક નજર...
1. શાહરુખ ખાન
શાહરુખ ખાન ગયા મહિને પણ દેશનો ટોચનો એક્ટર હતો. આ મહિને પણ શાહરુખ જ નંબર વન પર છે.
2. સલમાન ખાન
સલમાન ખાન હાલમાં 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે. સલમાન ખાન બીજા સ્થાને છે.
3. અક્ષય કુમાર
અક્ષય કુમારની બેક ટુ બેક ફિલ્મ ફ્લોપ જઈ રહી છે તેમ છતાંય તે પોપ્યુલર લિસ્ટમાં ત્રીજા નંબરે છે.
4. હૃતિક રોશન
હૃતિક રોશન હાલમાં 'ફાઇટર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. એક્ટર આ યાદીમાં ચોથા ક્રમાંકે છે.
5. રણબીર કપૂર
રણબીર કપૂર હાલમાં 'તૂ જૂઠી મૈં મક્કાર'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 8 માર્ચે રિલીઝ થઈ છે. રણબીર પાંચમા નંબરે છે.
ફીમેલ સ્ટાર્સના લિસ્ટ પર એક નજર...
1. આલિયા ભટ્ટ
આલિયા 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આલિયા પોપ્યુલર સ્ટારની યાદીમાં પ્રથમ સ્થાને છે.
2. દીપિકા પાદુકોણ દીપિકા 95મા ઓસ્કર અવૉર્ડ શોમાં ભાગ લેવા અમેરિકા ગઈ છે. દીપિકા 'પઠાન'માં જોવા મળી હતી. દીપિકા દેશની બીજા નંબરની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે.
3. કિઆરા અડવાણી
કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે. લગ્નને કારણે કિઆરા ચર્ચામાં રહી છે. કદાચ આ જ કારણે આ યાદીમાં કિઆરા ત્રીજા નંબર પર છે.
4. કેટરીના કૈફ
કેટરીના કૈફ 'ટાઇગર 3'માં જોવા મળશે. પોપ્યુલર ફીમેલ સ્ટાર્સની યાદીમાં તે ચોથા ક્રમાંકે છે.
5. ક્રિતિ સેનન
ક્રિતા હાલમાં જ 'શહઝાદા'માં જોવા મળી હતી. લિસ્ટમાં તે પાંચમા ક્રમે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.