બર્થ ડે સેલિબ્રેશન:સલીમ ખાને પરિવારની સાથે પોતાનો 86મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, સલમાન ખાને મોડી રાત્રે સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સલમાને બુધવાર રાત્રે લગભગ 1 વાગે આ તસવીરને શેર કરી અને પોતાના પિતાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

એક્ટર સલમાન ખાનના પિતા સલીમ ખાનનો 24 નવેમ્બર (ગુરુવાર)ના રોજ પોતાનો 86મો જન્મદિવસ ઉજવ્યો. તેમના જન્મ દિવસની તસવીર સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે પરિવારના તમામ સભ્યો હાજર હતા.

પરિવારની સાથે મોડી રાત્રે સેલિબ્રેટ કર્યો. સલમાન ખાને એક તસવીર શેર કરી છે, જેમાં જોવા મળે છે કે પરિવારના તમામ લોકો હાજર છે. સલમાને કેપ્શનમાં લખ્યું, "હેપી બર્થ ડેડ." આ તસવીર સામે આવ્યા બાદ ફેન્સની સાથે સેલેબ્સ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. સલમાને બુધવાર રાત્રે લગભગ 1 વાગે આ તસવીરને શેર કરી અને પોતાના પિતાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી.

તસવીરમાં કોણ કોણ સામેલ છે
ફોટોમાં ખાન પરિવારના કેટલાક સભ્યોને છોડીને લગભગ તમામ લોકો જોવા મળી રહ્યા છે. ફોટોમાં જ્યાં આગળની તરફ સલમી ખાન, વાઈફ સલમા અને દીકરા અરબાઝની સાથે બેઠેલા છે, તો બીજી લાઈનમાં તેમની દીકરી અલવીરા, પતિ અગ્નિહોત્રી, દીકરો સોહેલ ખાન, વાઈફ હેલેન, દીકરી અર્પિતા અને સલમાન ખાન જોવા મળી રહ્યા છે. સલમાન ખોળામાં પોતાની ભાણી આયતને બેસાડી છે, જે તેનો કાન ખેંચી રહી છે. તેમજ સોહેલનો દીકરો અને વાઈફ સીમા ખાન સિવાય સલમાનનો જીજા આયુષ શર્મા સહિત કેટલાક ફેમિલી મેમ્બર્સ આ બર્થ ડે પાર્ટીમાં નહોતા આવ્યા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાનની 'અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ' 26 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાના પણ લીડ રોલમાં છે.