તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

48ની થઇ ટીવીની પાર્વતી:ક્યારેક 900 રૂપિયાના સ્ટાઈપેન્ડ પર નોકરી કરતી હતી સાક્ષી, 'દંગલ'માં મલ્લિકા શેરાવતને રિજેક્ટ કરીને આમિરે તેને પત્નીનો રોલ આપ્યો હતો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવીની ફેમસ એક્ટ્રેસ સાક્ષી તંવર 48 વર્ષની થઇ ગઈ છે. સાક્ષીનો જન્મ 12 જાન્યુઆરી, 1973ના રોજ અલવર, રાજસ્થાનમાં થયો હતો. સાક્ષીએ વર્ષ 2000માં આવેલી સિરિયલ 'કહાની ઘર ઘર કી'માં પાર્વતીનો રોલ પ્લે કરીને સફળતા મેળવી હતી. આ સિરિયલ 2008 સુધી ચાલી અને આ દરમ્યાન સાક્ષી ઘરે-ઘરે પાર્વતી બનીને ઓળખાવા લાગી. 48મા જન્મદિવસ પર આવો નજર કરીએ સાક્ષી વિશેના અમુક રસપ્રદ ફેક્ટ્સ...

અલવરમાં જન્મ થયો
સાક્ષીનો જન્મ અલવરની મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો. તેના પિતા રાજેન્દ્ર સિંહ તોમર એક રિટાયર્ડ CBI ઓફિસર છે. અલવરમાં કેન્દ્રીય વિદ્યાલયથી સ્કૂલિંગ કર્યા બાદ સાક્ષીએ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું.

સાક્ષી સોફ્ટવેર એન્જિનિયર બનવા ઇચ્છતી હતી. જ્યારે તે એન્ટ્રન્સ એક્ઝામમાં ફેલ થઇ તો તેણે એક્ટિંગ કરવાનું વિચાર્યું. એક્ટિંગ પહેલાં સાક્ષીએ દિલ્હીની તાજ પેલેસ હોટલમાં સેલ્સ ટ્રેનીની જોબ કરી. આ સિવાય તેણે ક્લોધિંગ અને એક્સેસરી કંપનીમાં પણ કામ કર્યું જ્યાં તેને 900 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળતું હતું. સાક્ષીએ અલબેલા સુર મેલાથી એન્કર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતો હતો.

સાક્ષીએ એક્ટિંગ કરિયરની શરૂઆત સિરિયલ રાજધાનીથી કરી. આમાં જ તેના કામથી પ્રભાવિત થઈને એકતા કપૂરે તેને 'કહાની ઘર ઘર કી'માં રોલ ઓફર કર્યો હતો. આ સિરિયલ સિવાય સાક્ષી 'બડે અચ્છે લગતે હૈ' સિરિયલને કારણે પણ ઘણી ફેમસ થઇ હતી.

આ રીતે 'દંગલ' મળી હતી
સાક્ષીની જર્ની માત્ર ટેલિવિઝન સુધી સીમિત ન રહી. 2017માં આવેલી ફિલ્મ 'દંગલ'માં તે આમિર ખાનની પત્ની દયા કૌરના રોલમાં નજર આવી હતી. તેના પહેલાં આ રોલ માટે બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે ઓડિશન આપ્યું હતું પણ તે સિલેક્ટ ન થઇ અને આ રોલ સાક્ષીને મળ્યો. આમિરની માતાને સાક્ષી ઘણી ગમતી હતી કારણકે તે તેને 'બડે અચ્છે લગતે હૈ' સિરિયલમાં જોતા હતા. તેમણે જ આમિરને સાક્ષીનું નામ સજેસ્ટ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser