તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ અપડેટ:સાયરાબાનોને હોસ્પિટલમાંથી રજા મળી, ફેમિલી ફ્રેન્ડ ફૈઝલે કહ્યું- હવે તેમની તબિયત સારી છે, ઘરે આરામ કરે છે

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયરાબાનોને 28 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.

દિવંગત એક્ટર દિલીપ કુમારની પત્ની તથા એક્ટ્રેસ સાયરાબાનોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેઓ ઘરે આવી ગયા છે. આ વાતની માહિતી તેમના ફેમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ આપી હતી. 77 વર્ષીય સાયરાને 28 ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ ઉપરાંત તેમને હાઇ બ્લડ પ્રેશર તથા હાઇ શુગર હોવાને કારણે હિંદુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને થોડા દિવસ ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં પણ રાખવામાં આવ્યા હતા.

ફૈઝલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'સાયરાજી હવે ઠીક છે. તેમણે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને ઘરે આરામ કરે છે. તમામની પ્રાર્થના માટે આભાર.' આ પહેલાં ડૉક્ટરે કહ્યું હતું કે સાયરાબાનોને હૃદયની તકલીફ છે અને એક્યૂટ કોરોનરી સિન્ડ્રોમ છે. ડૉક્ટર્સે એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપી હતી.

7 જુલાઈએ દિલીપ કુમારનું અવસાન થયું હતું
ઉલ્લેખનીય છે કે સાયરાબાનોના પતિ તથા સ્ક્રીન આઇકન દિલીપ કુમારનું લાંબી બીમારી બાદ 7 જુલાઈના રોજ 98 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. બંનેએ 'સગીના', 'ગોપી' સહિત ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. બંનેએ 1966માં લગ્ન કર્યા હતા.

સાયરાબાનોએ 'જંગલી'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું
1961માં આવેલી ફિલ્મ 'જંગલી'થી સાયરાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 'બ્લફ માસ્ટર', 'ઝૂક ગયા આસમાન', 'આઈ મિલન કી બેલા', 'પ્યાર મોહબ્બત', 'વિક્ટોરિયા નંબર 203', 'આદમી ઔર ઈન્સાન', 'રેશમ કી ડોરી', 'શાર્ગિદ', 'દીવાના' જેવી અનેક ફિલ્મમાં કામ કર્યું હતું.