તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સો.મીડિયા અકાઉન્ટ બંધ:સાયરાબાનોએ દિલીપ કુમારનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો, ચાહકોનો આભાર માન્યો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વ. દિલીપ કુમાર સો.મીડિયામાં એટલા એક્ટિવ નહોતા, પરંતુ તેમનું અકાઉન્ટ પરિવારના નિકટના મિત્ર ફૈઝલ ફારુકી હેન્ડલ કરતા હતા. તેઓ નિયમિત રીતે દિલીપ કુમારના સમાચાર આપતા રહેતા હતા. સાત જુલાઈના રોજ દિલીપ કુમારનું અવસાન થયું હતું. હવે, ફારુકીએ પોસ્ટ શૅર કરીને કહ્યું છે કે સાયરાબાનોએ આ અકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

શું કહ્યું પોસ્ટમાં?
ફારુકીએ પોસ્ટમાં કહ્યું હતું, 'સાયરાબાનોજી સાથેની ચર્ચાના અંતે મેં આ દિલીપ સાબનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરવાનું નક્કી કર્યું છે. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.'

98 વર્ષની ઉંમરમાં નિધન
દિલીપ કુમારનું સાત જુલાઈના રોજ હિંદુજા હોસ્પિટલમાં 98 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. પતિના અવસાન બાદ સાયરાબાનો એકલા પડી ગયા છે. આ મહિનાની શરૂઆતમાં સાયરાબાનોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

સાયરા અને દિલીપની જોડી
સાયરા બાનોએ 1961માં ફિલ્મ 'જંગલી'માં શમ્મી કપૂર એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 'બ્લફ માસ્ટર', 'ઝૂક ગયા આસમાન', 'આઈ મિલન કી બેલા', 'પ્યાર મોહબ્બત', 'વિક્ટોરિયા નંબર 203', 'આદમી ઔર ઈન્સાન', જેવી ફિલ્મમાં જોવા મળ્યા હતા. સાયરા-દિલીપની જોડીએ 'સગીના' અને 'ગોપી' સહિત ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 1966માં બંનેએ લગ્ન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...