તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલીપ કુમારની તબિયત સારી નથી:98 વર્ષીય દિલીપ કુમારના પત્ની સાયરા બાનોએ કહ્યું- સાહેબમાં નબળાઈ આવી ગઈ છે, તેમના માટે પ્રાર્થના કરો

મુંબઈ4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

આજે એટલે કે 7 ડિસેમ્બરના રોજ અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની તબિયત ઠીક નથી. અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સાયરા બાનોના હવાલેથી કહેવામાં આવેલી વાતને કારણે આ ચર્ચા શરૂ થઈ હતી. જોકે, દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સાયરાએ કહ્યું હતું, 'સાહેબની ઠીક છે. બસ થોડીક નબળાઈ છે. અલ્લાહનો આભાર. અત્યારે તેઓ ઘરમાં જ છે. દાયકાથી તેમની દેખરેખ કરનાર ડૉક્ટર્સની ટીમ જ તેમની સારવાર કરે છે.'

વધુમાં સાયરાએ કહ્યું હતું, 'ડૉક્ટર નિતિન ગોખલે, અરૂણ શાહ તથા ડૉક્ટર શર્માના ઓબ્ઝર્વેશનમાં સાહેબ રહે છે. ત્રણેય કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી તથા મેડિસિનમાં એક્સપર્ટ છે. ઈમ્યુનિટી વધારવા માટે નોર્મલ દવા લે છે. ઈમ્યુનિટી સારી છે. કોઈએ ખોટા સમાચાર ફેલાવ્યા કે ઈમ્યુનિટી નબળી પડી ગઈ છે. બસ થોડીક વીકનેસ છે. બાકી તેમની તબિયત સારી છે.'

રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો
વરિષ્ઠ એક્ટ્રેસ સાયરા બાનોએ કહ્યું હતું કે તેમના પતિ ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની તબિયત સારી નથી. અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, 'તેમને ઠીક નથી. ઘણી જ નબળાઈ આવી ગઈ છે. ક્યારેક ક્યારેક ચાલીને હૉલમાં જાય છે અને પછી રૂમમાં પાછા આવી જાય છે. તેમની ઈમ્યુનિટી ઓછી થઈ ગઈ છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. અમે રોજ નવા દિવસ માટે ભગવાનના આભારી છીએ.'

'પ્રેમથી સાહેબની દેખરેખ રાખું છું'
વાતચીતમાં સાયરાએ કહ્યું હતું 'હું દિલીપ સાહેબની દેખરેખ પ્રેમથી કરું છું. એવું નથી કે હું કોઈ દબાણમાં આવીને આ બધું કરું છું. કોઈ મારાં વખાણ કરે અથવા મને સમર્પિત પત્ની કહે એટલા હું તેમની કાલજી કરતી હું તેમની કાળજી એટલા માટે નથી કરતી. મારી સાથે થઈ રહેલી દુનિયાની સૌથી સારી વાત એ છે કે તેમનો સ્પર્શ કરવો. હું તેમને પ્રેમ કરું છું અને તેઓ મારું જીવન છે.'

દિલીપ કુમાર કોરોના અંગે સતર્ક છે
આ વર્ષે માર્ચમાં દિલીપ કુમારે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે તેઓ પૂરી રીતે આઈસોલેશન તથા ક્વૉરન્ટીનમાં છે. 11 ડિસેમ્બરના રોજ દિલીપ કુમાર 98 વર્ષના થશે. દિલીપ કુમારે માર્ચ મહિનામાં કહ્યું હતું, 'કોરોના વાઈરસને કારણે હું પૂરી રીતે આઈસોલેશન તથા સેલ્ફ ક્વૉરન્ટીનમાં છું. મને કોઈપણ જાતનું ઈન્ફેક્શન ના થાય એની તકેદારી સાયરા રાખે છે. આ સાથે જ હું મારા ચાહકોને ઘરમાં રહેવાની અપીલ કરું છું.'

બે ભાઈઓનું કોરોનાને કારણે અવસાન
કોરોનાને કારણે દિલીપ કુમારના બે નાના ભાઈઓનું અવસાન થયું હતું. 21 ઓગસ્ટના રોજ 88 વર્ષીય અસલમનું અને 2 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષીય અહસાનનું અવસાન થયું હતું. પરિવારમાં બેનાં મોત થતાં સાયરા-દિલીપે 11 ઓક્ટોબરના રોજ પોતાની 54મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી નહોતી.

સાયરાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, '11 ઓક્ટોબર અમારા જીવનની સૌથી ખાસ ક્ષણ છે. દિલીપ સાહેબે આ દિવસે મારી સાથે લગ્ન કર્યાં હતાં અને મારા સપનાને સાકાર કર્યાં હતાં. આ વર્ષે અમે ઉજવણી કરીશું નહીં. તમને ખ્યાલ છે કે અમારા બે ભાઈઓ અહેસાનભાઈ તથા અસલમભાઈ અમારી વચ્ચે નથી.'

પદ્મભૂષણ, દાદા સાહેબ અવોર્ડથી સન્માનિત
દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે 'જ્વારા ભાટા', 'અંદાજ', 'આન', 'દેવદાસ', 'આઝાદ', 'મુઘલ-એ-આઝમ', 'ગંગા જમુના', 'ક્રાંતિ', 'કર્મા', 'સૌદાગર' સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

દિલીપ કુમારને આઠવાર બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં તેમને પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો