તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીર બીમારી:સાયરા બાનો હજી પણ ICUમાં છે,'એક્યૂટ કોરોનરી સિન્ડ્રોમ' નામની બીમારી ડાયગ્નોઝ થઈ, એન્જિયોગ્રામ કરવાની ના પાડી

15 દિવસ પહેલા
  • 77 વર્ષની સાયરા પોતાના પતિ અને પ્રખ્યાત એક્ટર દિલીપ કુમારના નિધન બાદથી જ બીમાર રહે છે
  • 28 ઓગસ્ટના રોજ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ સાયરા બાનોને થોડા દિવસ પહેલા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હાર્ટની સમસ્યા ડાયગ્નોઝ થઈ છે જેની જાણકારી તેમના ડૉક્ટરે આપી હતી. ડૉક્ટર એન્જિયોગ્રામ કરવા માગે છે પરંતુ સાયરાએ ડૉક્ટરને એન્જિયોગ્રામ કરવાની ના પાડી દીધ.

'એક્યૂટ કોરોનરી સિન્ડ્રોમ'થી સાયરા પીડિત છે
77 વર્ષની સાયરા પોતાના પતિ અને પ્રખ્યાત એક્ટર દિલીપ કુમારના નિધન બાદથી જ બીમાર રહે છે. આ દરમિયાન સાયરાને શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ સુગર બાદ 28 ઓગસ્ટના રોજ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, ગઈકાલે તેમના હાર્ટનું ચેકઅપ થયું હતું જેમાં એક્યૂટ કોરોનરી સિન્ડ્રોમ નામની બીમારી હોવાનું નિદાન થયું છે.

સાયરાએ એન્જિયોગ્રામ કરાવવાની ના પાડી
ડૉક્ટરે CAG (કોરોનરી એન્જિયોગ્રામ) કરવાની સલાહ આપી છે, પરંતુ સાયરાએ તેના માટે ના પાડી દીધી. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, જો તેઓ મંજૂરી આપે છે તો અમે એન્જિયોગ્રાફી કરી શકીએ છીએ. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના અનુસાર, દિલીપ સાહેબના નિધન બાદ સાયરા ડિપ્રેશનનો પણ સામનો કરી રહ્યા છે. તેઓ વધારે ઊંઘતા પણ નથી અને ઘરે જવા માગે છે. એક્ટ્રેસને ટૂંક સમયમાં ICUમાંથી બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.

સાયરા-દિલીપની જોડી
સાયરા બાનોએ 1961ની ફિલ્મ 'જંગલી'માં શમ્મી કપૂરની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી અને 'બ્લફ માસ્ટર', 'ઝુક ગયા આસમાન',' આઈ મિલન કી બેલા', 'પ્યાર મોહબ્બત','વિક્ટોરિયા નંબર 203', 'આદમ ઔર ઈંસાન', જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. સાયરા-દિલીપની જોડીએ 'સગીના' અને 'ગોપી' સહિત ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું અને 1966માં બંનેએ લગ્ન કર્યા હતા. દિલીપ કુમારનું લાંબી બીમારી બાદ 7 જુલાઈના રોજ 98 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું.