તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ રિવ્યૂ:સાઈનાઃ સ્પોર્ટ્સ પર આધારિત હોવા છતાંય ફિલ્મમાં ઉત્સાહનો અભાવ

મુંબઈ2 મહિનો પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક
સ્ટાર કાસ્ટપરિણીતી ચોપરા, મેઘના મલિક, શુભ્રજ્યોતિ ભારત, માનવ કૌલ, ઈશાન નકલી
રેટિંગ3/5
ડિરેક્ટરઅમોલ ગુપ્તે
પ્રોડ્યૂસરભૂષણ કુમાર, કિશન કુમાર, સુજય જયરાજ, રસેશ શાહ
સંગીતઅમાલ મલિક

દેશની પ્રતિભાશાળી બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલના જીવન પરથી ફિલ્મ 'સાઈના' બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં સાઈના બેડમિન્ટનમાં કેવી રીતે ટોચનું સ્થાન હાંસિલ કરે છે, તેની વાત કરવામાં આવી છે.

ફિલ્મમાં સાઈનાના નાનપણથી લઈ નંબર વન બનવા સુધીની જર્ની બતાવવામાં આવી છે. ફિલ્મની શરૂઆત તેની માતા ઉષા રાની નેહવાલ (મેઘના મલિક)ના સપનાઓથી થાય છે. ઉષા પોતે એક બેડમિન્ટન ખેલાડી છે. તે પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને બેડમિન્ટનમાં ટોચ પર લાવવા માગે છે. હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય છે. નાનપણથી જ તે દીકરીને બેડમિન્ટન શીખવે છે. એક દિવસ તે ઘરથી 25 કિમી દૂર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં દીકરીનું એડમિશન બેડમિન્ટન સ્કૂલમાં કરાવે છે. સાઈના વીજળીની ઝડપે બેડમિન્ટન રમે છે. તે એક પછી એક મેચ જીતે છે. તેને અનેક અવોર્ડ મળે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જીતવા માટે રાજન સ્ટેડિયમમાં એડમિશન લે છે. કોચ રાજન (માનવ કૌલ) સાઈનાને બેડમિન્ટન શીખવે છે. તે કરિયરમાં ચેમ્પિયન બનવા માગે છે. જોકે, અહીંયા સાઈનાના જીવનમાં ટ્વિસ્ટ આવે છે. તે રમત પર ધ્યાન આપવાને બદલે એડવર્ટાઈઝિંગ પર ધ્યાન આપે છે. રાજન તેની સાથે કેવી રીતનું વર્તન કરે છે. આ દરમિયાન સાઈનાનો અકસ્માત થાય છે. તેનું મનોબળ તૂટી જાય છે. આ સમયે તેનો પરિવાર તેને કેવી રીતે સંભાળે છે તે વાત પણ કરવામાં આવી છે. આ તમામ વચ્ચે પ્રેમી કશ્યપ સાથેના સીન પણ જોવા મળશે.

ફિલ્મના રસપ્રદ પ્રસંગોની વાત કરીએ તો સાઈના નાનપણમાં કેવી રીતે આગળ વધે છે, તેના પેરેન્ટ્સ સાથેનો મીઠો ઝઘડો બતાવવામાં આવ્યો છે. જોકે, જ્યારે ફિલ્મમાં પરિણીતીની એન્ટ્રી થાય છે તો સાઈનાની રોચકતા ગુમ થઈ જાય છે. મોટા ભાગે જોવામાં આવ્યું છે કે ફિલ્મમાં જ્યારે પણ રમતના દૃશ્યો આવે ત્યારે હાર કે જીતના નિર્ણય તરફ દર્શકોના ધબકારા વધી જાતા હોય છે. ડિરેક્ટર અમોલ ગુપ્તે આ અહેસાસ લાવવાનું ચૂકી ગયા છે. આ ફિલ્મ આખી રમત પર આધારિત છે અને એક વાર પણ આ અહેસાસ થતો નથી. વધતી ઉંમરની સાથે સાથે સાઈના મિત્ર કશ્યપ (ઈશાન નકવી)ના પ્રેમમાં પડે છે. ફિલ્મમેકરે આ પ્રસંગને એક ઝાટકે પૂરો કરી નાખ્યો છે. ફિલ્મના બહુ ઓછા સંવાદો દમદાર છે.

એક્ટિંગની વાત કરીએ તો સાઈનાના નાનપણનો રોલ પ્લે કરનારી બાળ કલાકાર ઘણી જ ઉમદા છે. ફિલ્મના ગીતો એવરેજ છે. લિબર્ટી લઈને ફિલ્મને વધુ સારી બનાવી શકાઈ હોત. માત્ર ને માત્ર સાઈના તથા પરિણીતીના ચાહકો જ આ ફિલ્મ જોઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો