વાઇરલ વીડિયો:સૈફના દીકરા ઈબ્રાહિમને ગરીબ બાળકોએ ઘેરી લીધો, કોઈએ હાથ ખેંચ્યો તો કોઈએ સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • ઈબ્રાહિમ અલી ખાન હાલમાં કરન જોહરની ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે

સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ ખાન પિતા જેવો જ દેખાય છે. ઈબ્રાહિમ જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફોટોગ્રાફર્સ ને ચાહકો ભેગા થઈ જતા હોય છે. હાલમાં જ ઈબ્રાહિમ ખાન બાંદ્રાની રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો. અહીં ગરીબ બાળકો તથા ચાહકોએ ઘેરી લીધો હતો.

ટોળાએ ઈબ્રાહિમને ઘેરી લીધો
ઈબ્રાહિમ ખાન હજી સુધી બોલિવૂડની એકપણ ફિલ્મમાં જોવા મળ્યો નથી છતાં તેના ચાહકો મોટી સંખ્યામાં છે. ઈબ્રાહિમ ખાન જેવો રેસ્ટોરાંની બહાર નીકળ્યો એટલે ચાહકો તથા ગરીબ બાળકોએ તેને ઘેરી લીધો હતો. કોઈકે તેનો હાથ ખેંચ્યો હતો તો કોઈક સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હતા.

ઈબ્રાહિમે કોઈ રિએક્શન ના આપ્યું
ઈબ્રાહિમ ખાનને ગરીબ બાળકોએ ઘેરી લીધો હતો અને ચાહકો પણ આસપાસ ટોળે વળ્યા હતા. જોકે ઈબ્રાહિમ સહેજ પણ ગુસ્સે થયો નહોતો અને તેના બૉડીગાર્ડ તેને કાર સુધી લઈ ગયા હતા. સો.મીડિયા યુઝર્સે ઈબ્રાહિમના આ વર્તનનાં વખાણ કર્યા હતા.

યુઝર્સ રોષે ભરાયા
ઈબ્રાહિમ ખાનને આ રીતે ટોળાએ ઘેરી લેતાં સો.મીડિયા યુઝર્સ નારાજ થયા હતા. એકે કમેન્ટ કરી હતી, 'આ લોકોમાં કેટલી ધીરજ છે. જો આપણામાંથી કોઈક ત્યાં હોત તો નક્કી ગુસ્સે જ થયા હોત. એક બાજુ ભિખારીઓ અને બીજી બાજુ ફોટોગ્રાફર્સ.' અન્ય એકે કહ્યું હતું, 'આ લોકો કેમ આમ કરે છે, સેલિબ્રિટીને કેમ આમ કરે છે. એ જગ્યાએ આપણે હોત તો આપણે તો ખબર નહીં, શું કરત. ઈબ્રાહિમની ધીરજની દાદ આપવી પડે.' બીજા યુઝરે કહ્યું હતું, 'સાચે જ લોકો પાગલ થઈ જાય છે. સેલેબ્સ આવી પરિસ્થિતિમાં કેટલી શાંતિ રાખે છે.'

આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે
ઈબ્રાહિમ ખાને ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને તેણે ઇંગ્લેન્ડમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઈબ્રાહિમ હાલમાં કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે.

સૈફને દીકરાના ભવિષ્યની ચિંતા
થોડા દિવસો પહેલાં જ સૈફે દીકરા અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે દીકરાના ભવિષ્ય અંગે ચિંતિંત છે. તે ખુશ છે કે ઈબ્રાહિમ ઘણી જ મહેનત કરી રહ્યો છે. તેણે સ્કૂલમાં સારું કર્યું હતું અને અન્ય પેરેન્ટ્સની જેમ તે પણ દીકરાનું ભવિષ્ય સારું રહે એ માટે પ્રાર્થના કરે છે.