તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સૈફે કહ્યું, 'આદિપુરુષ'માં રાવણને દયાળુ બતાવીશું, સીતાના અપહરણને વાજબી ઠેરવીશું; સોશિયલ મીડિયામાં #BoycottAdipurush ટ્રેન્ડ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૈફ અલી ખાન ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'માં ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સૈફ અલી ખાન લંકેશની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં પ્રભાસ રામના રોલમાં તથા ક્રિતિ સેનન સીતાના રોલમાં છે. આ ફિલ્મ 2022માં ઓગસ્ટમાં રિલીઝ થવાની છે. જોકે, ફિલ્મ હજી ફ્લોર પર પણ નથી ગઈ અને વિવાદમાં સપડાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં #WakeUpOmRaut તથા #BoycottAdipurush જેવા હેશટૅગ ટ્રેન્ડ થવા લાગ્યા છે. યુઝર્સ સૈફ પર આક્રોશ ઠાલવી રહ્યાં છે.

આખરે શું બોલ્યો સૈફ?
મુંબઈ મિરર સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને 'આદિપુરુષ'માં લંકેશના રોલ અંગે વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં લંકેશનું કેરેક્ટર ખરાબ નહીં હોય પરંતુ માનવીય તથા મનોરંજક બતાવવામાં આવશે. વધુમાં સૈફે કહ્યું હતું, 'રાક્ષસ રાજાનું પાત્ર ભજવવાની મજા આવશે, પરંતુ અમે તેને દયાળુ બતાવીશું. ફિલ્મમાં સીતાના અપહરણને ન્યાય-પૂર્ણ બતાવવામાં આવશે. લક્ષ્મણે રાવણની બહેન શૂપર્ણખાનું નાક કાપી નાખ્યું હતું અને આ વાતનો બદલો લેવા માટે રાવણે રામ સાથે યુદ્ધ કર્યું હતું. આ વાત ફિલ્મમાં બતાવવામાં આવશે.

સૈફની વાત પર યુઝર્સ ભડક્યા
સૈફની આ વાત પર યુઝર્સ ભડકી ગયા છે. યુઝર્સે સવાલ કર્યો હતો કે આખરે રાવણે સીતાનું અપહરણ કર્યું તે વાતને જસ્ટીફાઈ કેવી રીતે કરી શકાય? યુઝર્સે #BoycottAdipurush અને #WakeUpOmRaut જેવા હેશટૅગથી ફિલ્મનો બહિષ્કાર કરવાની માગણી કરી છે. અનેક યુઝર્સે સૈફને ફિલ્મમાંથી હાંકી કાઢવાની વાત કહી છે.

આ પહેલાં પણ સૈફના નિવેદનથી વિવાદ થયો હતો
ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં સૈફે એવું નિવેદન આપ્યું હતું કે બ્રિટિશ શાસન પહેલાં ઈન્ડિયા જેવો કોઈ કૉન્સેપ્ટ નહોતો. આ જ ઈન્ટરવ્યૂમાં સૈફે એવું કહ્યું હતું કે 'તાન્હાજી'માં જે ઈતિહાસ બતાવવામાં આવ્યો હતો તે ઈતિહાસને તે માનતો નથી. સૈફે કહ્યું હતું કે ફિલ્મમાં ઈતિહાસના તથ્ય સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેટલાંક કારણોસર તે સ્ટેન્ડ ના લઈ શક્યો પણ બની શકે કે ભવિષ્યમાં તે સ્ટેન્ડ લે. જોકે, તે રોલ અંગે ઘણો જ ઉત્સુક હતો અને તેથી જ તેણે આ રોલ પ્લે કર્યો હતો. લોકો એમ કહે છે કે આ ઈતિહાસ છે તો તે આ ઈતિહાસને માનતો નથી. તેને ખ્યાલ છે કે ઈતિહાસ શું છે. 'તાન્હાજી'માં સૈફ અલી ખાને ઉદયભાણ સિંહ રાઠોડનો નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં અજય દેવગન તથા કાજોલ લીડ રોલમાં હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો