તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉન બાદ ભારતના ઘણા થિયેટર્સ શરૂ થઈ ગયા છે. જો કે,પરિસ્થિતિ હજી સામાન્ય થવામાં થોડા મહિનાનો સમય લાગશે અને એટલે જ આ સમય દરમિય ઘણાં ડિજિટલ પ્લેટફોર્મ સમયાંતરે નવા શો અને ફિલ્મો રિલીઝ કરીને ઓડિયન્સનું એન્ટરટેઇનમેન્ટ કરવાનો તમામ પ્રયાસ કરી રહ્યા છે.
લોકડાઉન દરમિયાન 'પંચાયત',’બ્રીધ: ઇન્ટુ ધ શેડો’, 'પાતાલ લોક' અને 'મિરઝાપુર 2' વેબ સિરીઝની સફળતા પછી એમેઝોન પ્રાઇમ વીડિયો ભારતીય દર્શકો માટે બીજી મનોરંજક વેબ સિરીઝ લાવવાની તૈયારીમાં છે. અહીં ફિલ્મ નિર્માતા અલી અબ્બાસ ઝફરના આગામી પોલિટિકલ ડ્રામા 'તાંડવ'ની વાત થઈ રહી છે, જેમાં સૈફ અલી ખાન લીડ રોલમાં જોવા મળશે.
આ વર્ષના અંત સુધીમાં 'ધ ફેમિલી મેન 2'ને બદલે 'તાંડવ' રિલીઝ થશે
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મેકર્સ આ સિરીઝને આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાના હતા. પ્લાનિંગ પ્રમાણે, આ વર્ષના અંત સુધીમાં તેઓ મનોજ બાજપેયીની 'ધ ફેમિલી મેન 2' લોન્ચ કરવાના હતા. પરંતુ લોકડાઉનને કારણે આ સિરીઝ અત્યાર સુધી પૂરી નથી થઈ શકી. સિરીઝના VFXનું કામ હજી પૂરું નથી થયું, જેના કારણે આ વર્ષે આ સિરીઝ લોન્ચ કરવામાં નહીં આવે. બીજીબાજુ, સૈફ અલી ખાનની 'તાંડવ' તૈયાર છે અને એટલે જ મેકર્સ 'ધ ફેમિલી મેન 2' ને બદલે આ વર્ષના અંત સુધીમાં 'તાંડવ' રિલીઝ કરી દેશે.
સિરીઝનું ટાઇટલ 'દિલ્હી' બદલીને 'તાંડવ' રાખવામાં આવ્યું
સૈફ અલી ખાનની આ 9 એપિસોડની સિરીઝનું ટાઇટલ પહેલાં 'દિલ્હી' હતું, જે હવે બદલીને 'તાંડવ' રાખવામાં આવ્યું છે. આ સિરીઝમાં સૈફ વડાપ્રધાનના દીકરાનો રોલ પ્લે કરશે, જે ગ્રે કેરેક્ટરમાં જોવા મળશે. વડાપ્રધાનની ખુરશી મેળવવા માટે સૈફનો રોલ કઈ હદ વટાવશે એ તો સિરીઝની સ્ટોરી પર જ આધારિત હશે. સિરીઝમાં સૈફ અલી ખાન ઉપરાંત ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, ક્રિતિકા કામરા અને સારા જેન ડિયાસ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
અલી અબ્બાસ ઝફર આ સિરીઝથી ડિજિટલ ડેબ્લૂ કરશે
અલી અબ્બાસ ઝફર આ સિરીઝથી ડિજિટલ ડેબ્લૂ કરશે, જ્યારે સૈફ અલી ખાન 'સેક્રેડ ગેમ્સ સીઝન 2' પછી ફરીથી વેબ સ્પેસમાં કમબેક ફરતો જોવા મળશે. તાજેતરમાં જ અભિનેતાએ રોગચાળા દરમિયાન તેની ફર્સ્ટ એમેઝોન પ્રાઇમ શો માટે ડબિંગ કર્યું છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.