તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઈફ:સૈફ અલી ખાનની ઓનસ્ક્રીન દીકરી અલાયાએ નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી? એક્ટ્રેસે આપ્યો જવાબ

મુંબઈ5 મહિનો પહેલા
  • અલાયાએ પોતાના નાકની સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું
  • અલાયાને પહેલી જ ફિલ્મ માટે અવોર્ડ મળ્યો હતો

બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફની હજી સુધી માત્ર એક જ ફિલ્મ રિલીઝ થઈ છે. અલાયાની એક ફિલ્મ રિલીઝ થઈ હોવા છતાંય તે મેગેઝિન શૂટ્સથી લઈ બ્રાન્ડ શૂટમાં સતત વ્યસ્ત રહે છે. મોટાભાગે બોલિવૂડ સેલેબ્સ પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે. કેટલાંક સેલેબ્સ આ વાતને સહજતાથી સ્વીકારી લેતા હોય છે, તો કેટલાંક ઈનકાર કરતા હોય છે. હાલમાં જ અલાયાએ ઝૂમ ટીવી સાથેની વાતચીતમાં આ મુદ્દે ખુલ્લા મનથી વાત કરી હતી. અલાયાએ ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાનની દીકરીના રોલમાં હતી.

શું કહ્યું અલાયાએ?
અલાયાએ કહ્યું હતું, 'પ્લાસ્ટિક સર્જરી અંગે મેં વિચાર્યું હતું અને કરાવવાનું નક્કી કર્યું હતું. જોકે, પછી મેં કરાવી નહોતી. મને એવું હતું કે હું કદાચ કરાવીશ. મારા માટે આ બહુ નાની વાત છે. મને ખ્યાલ નથી કે લોકોને આ વાત ધ્યાનમાં આવશે ખરા? મારું નાક એક બાજુ એકદમ પર્ફેક્ટ છે. એટલે કે જમણી બાજુથી મારું નાક સારું દેખાય છે, પરંતુ ડાબી સાઈડ થોડુંક ઉપસેલું છે. મારા માટે આ બહુ નાની અમથી બાબત છે.'

વધુમાં અલાયાએ કહ્યું હતું કે તે હવે ક્યારેય પ્લાસ્ટિક સર્જરી કરાવશે નહીં. આ બાબત કોઈ મહત્ત્વની જ નથી.

ફિલ્મના સીનમાં સૈફ તથા તબુ સાથે
ફિલ્મના સીનમાં સૈફ તથા તબુ સાથે

2020માં ફિલ્મ રિલીઝ થઈ હતી
'જવાની જાનેમન'ને નીતિન કક્કરે ડિરેક્ટ કરી હતી અને જેકી ભગનાનીએ પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મમાં સૈફ અલી ખાન તથા તબુ હતા. અલાયાએ સૈફની દીકરીનો રોલ પ્લે કર્યો હતો.

અલાયાએ માતા પૂજા બેદી સાથે રિયાલિટી શો 'મા એક્સચેન્જ'માં કામ કર્યું હતું
અલાયાએ માતા પૂજા બેદી સાથે રિયાલિટી શો 'મા એક્સચેન્જ'માં કામ કર્યું હતું

ડેબ્યૂ ફિલ્મ માટે અવોર્ડ મળ્યો
અલાયાને ડેબ્યૂ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ (એક્ટ્રેસ)નો અવોર્ડ મળ્યો હતો. અલાયાને આ અવોર્ડ નાના કબીર બેદીના હસ્તે મળ્યો હતો. અલાયાનો જન્મ 1997માં 28 નવેમ્બરના રોજ મુંબઈમાં થયો હતો. અલાયા જાણીતી મોડલ તથા એક્ટ્રેસ પૂજા બેદી તથા બિઝનેસમેન ફરહાન ફર્નિચરવાલાની દીકરી છે. અલાયા માત્ર 6 વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સ અલગ થઈ ગયા હતા. પૂજા બેદીના 2003માં ડિવોર્સ થયા હતા. પૂજા બેદીને દીકરી તથા દીકરાની કસ્ટડી મળી હતી.

અલાયાને નાનપણમાં વકીલ બનવું હતું
અલાયા ભણવામાં ઘણી જ હોંશિયાર હતી. તેથી તેણે નાનપણમાં વકીલ બનવાનું નક્કી કર્યું હતું. જોકે, અલાયા મોટી થઈ તો તેણે ફિલ્મમેકર બનવાનું વિચાર્યું હતું. જોકે, અંતે તેણે હીરોઈન બનવાનું નક્કી કર્યું હતું. અલાયાએ જમનાબાઈ નરસી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. ત્યારબાદ તેણે ન્યૂ યોર્કમાં જઈને ફિલ્મ વિશેનો કોર્સ કર્યો હતો.

ઐશ્વર્ય ઠાકરે સાથે અફેર હોવાની ચર્ચા

ઐશ્વર્ય સાથે અલાયા
ઐશ્વર્ય સાથે અલાયા

23 વર્ષીય અલાયાનું અફેર સ્વ. બાળ ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય ઠાકરે સાથે હોવાની ચર્ચા છે. બંને ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે.