તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પપ્પાનું પ્લાનિંગ:સૈફ અલી ખાને પેટરનિટી લીવ લીધી, કહ્યું- પોતાના બાળકોને મોટા થતા નથી જોઈ શકતા તો આ સૌથી મોટી ભૂલ છે

એક મહિનો પહેલા

સૈફ અલી ખાન ચોથી વખત પિતા બનવાનો છે. કરીના આ મહિને તેના બીજા બાળકને જન્મ આપવાની છે. આવામાં સૈફ અલી ખાને પેટરનિટી બ્રેક લેવાની તૈયારી કરી લીધી છે. સૈફે આ લીવને લઈને એવો ખુલાસો પણ કર્યો છે કે આવા ટાઈમમાં કોણ કામ કરવા ઇચ્છશે જ્યારે તમારા ઘરે એક નવું મહેમાન આવ્યું હોય. જો તમે તમારા બાળકોને મોટા થતા નથી જોઈ શકતા તો આ સૌથી મોટી ભૂલ છે.

દરેક વખતે પેટરનિટી બ્રેક લીધો
એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં સૈફે તેના ચોથા બાળકના જન્મ પર બ્રેક લેવાની વાત શેર કરી. સૈફે જણાવ્યું કે સારાના જન્મ સમયે પણ તેણે કામથી બ્રેક લીધો હતો. સૈફે કહ્યું- હું કામથી રજા લઇ શકું છું, આ એક ઘણું સન્માનજનક પદ છે કારણકે બાકી સમય તો હું 9થી 5 એક્ટરની જેમ જીવું છું. સૈફે કહ્યું- હું એક એક્ટર છું અને મને આ કામ ઘણું પસંદ છે. હું મારા પરિવાર સાથે રહેવાનું, દુનિયા ફરવાનું, વાઈન પીવાનું અને મારા બાળકોને જોવાનું પસંદ કરું છું.

કરીના માને છે કૂલેસ્ટ પતિ
કરીનાએ આ મેગેઝીનના કવર પર આવેલા સૈફના ફોટોને શેર કરીને તેને કૂલેસ્ટ હસબન્ડ એવરની કમેન્ટ પણ આપી છે. આ બ્રેક પછી તે પ્રભાસ સાથે 'આદિપુરુષ'નું શૂટિંગ શરૂ કરશે. થોડા દિવસ પહેલાં જેના સેટ પર આગ પણ લાગી ગઈ હતી. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં સૈફ રાવણનો રોલ પ્લે કરતો દેખાશે. ઓમ રાઉત ફિલ્મના ડિરેક્ટર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો