કમાણી:સૈફ અલી ખાને જૂનું ઘર ભાડે આપી દીધું, મહિને 3.5 લાખ રૂપિયાનું ભાડું મળશે

મુંબઈ9 મહિનો પહેલા
  • સૈફ અલી ખાને 13 ઓગસ્ટ, 2021ના રોજ એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો.

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો 16 ઓગસ્ટના રોજ 51મો જન્મદિવસ છે. સૈફે મુંબઈના બ્રાંદ્રા સ્થિત પોતાનો ફોર્ચ્યુન હાઇટ્સમાં આવેલો ફ્લેટ ભાડે આપ્યો છે. સૈફને દર મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનું ભાડું મળશે.

મનીકંટ્રોલના અહેવાલ પ્રમાણે, સૈફ અલી ખાને ફોર્ચ્યુન હાઇટ્સનો પોતાનો ફ્લેટ ગિલ્ટી બાય એસોસિયેશન મીડિયા LLP (લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ)ને ભાડે આપી છે. 15 લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે આપ્યા છે. 1500 સ્કેવર ફૂટના આ ફ્લેટની સાથે બે કાર પાર્કિંગ પણ છે.

ત્રણ વર્ષ માટે ફ્લેટ ભાડે આપ્યો
સૈફ અલી ખાને ઓગસ્ટ 20, 2021થી ઓગસ્ટ 19, 2024 સુધી પોતાનો ફ્લેટ ભાડે આપ્યો છે. પહેલા વર્ષે ભાડું 3.5 લાખ રૂપિયા, બીજા વર્ષે 3.67 લાખ રૂપિયા તથા ત્રીજી વર્ષે 3.87 લાખ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. સૈફ અલી ખાને 13 ઓગસ્ટ, 2021ના રોજ એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો.

12-14 કરોડની કિંમત
સૈફ અલી ખાનના આ ફ્લેટની કિંમત 12-14 કરોડ રૂપિયાની આસપાસ છે. સૈફે 34,500 સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી અને એક હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરી હતી.

હવે સૈફ સતગુરુ શરણમાં રહે છે
કરીના કપૂરે બીજા દીકરા જહાંગીરને જન્મ આપ્યો તેના થોડાં દિવસો પહેલાં જ બ્રાંદ્રા સ્થિત સતગુરુ શરણમાં શિફ્ટ થયા હતા. આ ઘર ફોર્ચ્યુન હાઇટ્સની બાજુમાં જ આવેલું છે. નવું ઘર ઘણું જ મોટું છે.

સૈફ-કરીના માલદીવ્સમાં
સૈફે પરિવાર સાથે માલદીવ્સમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. કરીના કપૂરે સો.મીડિયામાં બે તસવીરો શૅર કરીને પતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું હતું, 'હેપ્પી બર્થડે ટૂ ધ લવ ઓફ માય લાઇફ. અનંત કાળ સુધી હું તારી સાથે રહીશ, બસ એ જ ઈચ્છું છું.' આ પોસ્ટ સાથે કરીનાએ બે તસવીરો શૅર કરી છે, જેમાં એક તસવીરમાં કરીના પતિ સૈફ તથા સંતાનો તૈમુર-જેહ સાથે જોવા મળે છે. બીજી તસવીરમાં કરીના તથા સૈફ સ્વિમિંગ પૂલમાં છે.