હોલિડે Pics:દરિયા કિનારે સૈફ અલી ખાન રોમેન્ટિક થયો, કરીના કપૂરને કિસ કરી

મુંબઈ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પતિ ને બંને બાળકો તૈમુર ને જેહ સાથે હાલમાં ઇંગ્લેન્ડમાં વેકેશન મનાવી રહી છે. આ દરમિયાન કરીનાએ ફેમિલી વેકેશનની તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં સૈફ તથા કરીના રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા.

સૈફ અલી ખાને પત્નીને કિસ કરી
કરીના કપૂરે શૅર કરેલી તસવીરમાં સૈફ અલી ખાન દરિયા કિનારે પત્નીને કિસ કરે છે. આ તસવીરો શૅર કરીને કરીનાએ કેપ્શન આપ્યું હતું, 'બીચ પર જેકેટ અને કિસ...ઇંગ્લિસ ચેનલ.' ઇંગ્લેન્ડમાં ગરમી છે?

દીકરા જેહ સાથે કરીના.
દીકરા જેહ સાથે કરીના.
કરીના કોરોનાકાળ બાદ પહેલી જ વાર લંડન આવી છે
કરીના કોરોનાકાળ બાદ પહેલી જ વાર લંડન આવી છે

યુઝર્સને કરીના-સૈફનો રોમેન્ટિક અંદાજ પંસદ આવ્યો
કરીનાની આ પોસ્ટ સેલેબ્સ ઉપરાંત ચાહકોને પણ ઘણી જ પસંદ આવી હતી. યુઝર્સે આ બંનેને 'ફેવરિટ કપલ', 'સુપર કપલ' કહ્યા હતા.

મનીષ મલ્હોત્રા સાથે પણ જોવા મળી હતી
કરીના કપૂર લંડનમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, ફ્રેન્ડ નતાશા પુનાવાલાને પણ મળી હતી. આટલું જ નહીં કરીનાની ફોઈ રીમા જૈન પણ લંડનમાં છે. કરીનાએ ફોઈ સાથે લંચ પણ કર્યું હતું.

કરીના-સૈફ રીમા જૈન, અરમાન જૈન-અનીસા મલ્હોત્રા સાથે.
કરીના-સૈફ રીમા જૈન, અરમાન જૈન-અનીસા મલ્હોત્રા સાથે.
મનીષ મલ્હોત્રા, નતાશા પૂનાવાલ તથા કરીના.
મનીષ મલ્હોત્રા, નતાશા પૂનાવાલ તથા કરીના.
મનીષ મલ્હોત્રા સાથે કરીના.
મનીષ મલ્હોત્રા સાથે કરીના.

કરીનાએ ડિજિટલ ડેબ્યૂ કર્યું
કરીનાએ હાલમાં જ નેટફ્લિક્સની વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ સિરીઝ જાપાનીઝ નોવેલ 'ડિવોશન ઑફ સસ્પેક્ટ X' પર આધારિત છે. આ ઉપરાંત કરીનાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટે રિલીઝ થશે. સૈફ અલી ખાનની વાત કરીએ તો તે 'વિક્રમ વેધા'માં હૃતિક રોશન સાથે જોવા મળશે.