કોરોનાકાળમાં પ્રેમ:કોવિડ 19 પોઝિટિવ કરીના કપૂર સાથે દૂર રહીને સૈફ અલી ખાને કૉફી ડેટ એન્જોય કરી

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે અને હાલમાં તે હોમ આઇસોલેશનમાં છે. કરીનાની તબિયતનું ધ્યાન સૈફ અલી ખાન રાખી રહ્યો છે.

કરીનાએ તસવીર શૅર કરી
સૈફ અલી ખાન દૂર રહીને કેવી રીતે કરીનાનું ધ્યાન રાખી રહ્યો છે, તેની તસવીર કરીનાએ સો.મીડિયામાં શૅર કરી હતી. કરીનાએ શૅર કરેલી તસવીરમાં સૈફ અલી ખાન પોતાના ઘરની સામે ઊભો છે. દૂરથી તે કરીના સાથે કૉફી ડેટ એન્જોય કરી રહ્યો છે. આ તસવીર શૅર કરીને કરીનાએ કહ્યું હતું, 'ઓકે તો અમે લોકો આજે પણ કોરોના એરામાં એકબીજાના પ્રેમમાં છીએ. આ વાતને ક્યારેય ભૂલશો નહીં. આ છુપાયેલું છે.'

સૈફની પાછળ બૉડીગાર્ડ માસ્કમાં જોવા મળ્યા
શૅર કરેલી તસવીરમાં સૈફ અલી ખાન ધાબા પર જોવા મળે છે. તેની સાથે રહેલા બૉડીગાર્ડ માસ્કમાં ઊભા છે. કરીના કપૂરને જ્યારે કોરોના થયો ત્યારે એવી ચર્ચા હતી કે સૈફ અલી ખાન છેલ્લાં એક અઠવાડિયાથી મુંબઈ બહાર છે.

કરીનાની સાથે અમૃતા પણ કોરોના પોઝિટિવ
8 ડિસેમ્બરના રોજ કરન જોહરના ઘરે 'કભી ખુશી કભી ગમ'ને 20 વર્ષ પૂરા થતાં પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં કરીના-અમૃતા એક જ કારમાં આવ્યા હતા. પાર્ટીમાં કરિશ્મા કપૂર, સીમા ખાન, મહિપ કપૂર, મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર પણ હતા. પાર્ટીમાંથી સૌ પહેલાં સીમા ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મહિપ કપૂર, કરીના-અમૃતા પોઝિટિવ થયા હતા. આ દરમિયાન સીમા ખાનની બહેન તથા દીકરો, કરીનાની નોકરાણી તથા મહિપની દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.