વેલેન્ટાઈન ડે સ્પેશિયલ:'ઓમકારા'ના સેટ પર થયેલી ઓળખાણ 'ટશન'ના શૂટિંગ દરમ્યાન પ્રેમમાં પરિણમી અને 10 વર્ષ મોટા સૈફની થઇ ગઈ કરીના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેલેન્ટાઈન ડે પર આજે વાત કરીએ બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંના એક સૈફ અલી ખાન અને કરીના કપૂરની લવ સ્ટોરીની. વર્ષોની ઓળખાણ છતાં આ પ્રેમને હવા મળતા ઘણો લાંબો સમય લાગ્યો. એક બાજુ કરીના જે બોલિવૂડના સૌથી પ્રભાવશાળી કપૂર પરિવારમાં જન્મી, તો સૈફ રોયલ પરિવાર નવાબ મંસૂર અલી ખાન અને શર્મિલા ટાગોરના દીકરા હતા. અલગ- અલગ ધર્મ હોવાને કારણે પણ બંનેના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા.

શાહિદ સાથેના બ્રેકઅપ પછી સૈફની નજીક આવી કરીના
2007 આસપાસ શાહિદ કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ કરીના કપૂર સૈફની વધુ ક્લોઝ થવા લાગી હતી. ફિલ્મ 'ઓમકારા'માં સૈફ અને કરીનાના ઘણા ઓછા સીન હતા જે સાથે શૂટ કરવાના હતા. સેટ પર બંને સાથે જોવા મળતા. જ્યારે કરીના અને સૈફના સીન સાથે ન હતા ત્યારેપણ બંને સેટ પર સાથે જ રહેતા. 'ઓમકારા' પછી સૈફ કરીનાનો પ્રેમ યશરાજ બેનરની ફિલ્મ 'ટશન'ના શૂટિંગ દરમ્યાન દેખાયો.

શૂટિંગ દરમ્યાન લોન્ગ વોક પર જતા હતા
શૂટિંગમાંથી ટાઈમ કાઢીને આ બંને વોક પર જતા. બંનેના અફેરની ગોસિપ શરૂ થઇ ગઈ હતી પણ મીડિયા સામે બંનેએ આ વાત સ્વીકારી નહીં. લેકમે ફેશન વીક દરમ્યાન સૈફ કરીના પહેલીવાર સાથે એક ગાડીમાં આવ્યા. ત્યારે પહેલીવાર સૈફ અલી ખાને માન્યું કે તે કરીનાને ડેટ કરી રહ્યો છે. 2010માં આ વાત ઘણી ચર્ચાઈ હતી કે સૈફ અને કરીના ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. પછી જોકે તેનું ખંડન પણ થયું હતું.

2012માં લગ્ન કરી લીધા હતા
કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન 16 ઓક્ટોબર, 2012માં થયા હતા. સૈફની પહેલી પત્ની અમૃતા સિંહ હતી જેની સાથે 2004માં ડિવોર્સ થઇ ગયા હતા. કરીના સૈફથી 10 વર્ષ નાની છે. લગ્ન બાદ કરીનાએ 2016માં તૈમુરને જન્મ આપ્યો. હવે તે ટૂંક સમયમાં બીજા બાળકને જન્મ આપવાની છે.

લવ જેહાદને લઈને પણ ચર્ચામાં હતા
અમુક સંગઠનોએ આ લગ્નને લવ જેહાદ ગણાવ્યો હતો. આના પર કરીનાએ કહ્યું હતું કે હું લવમાં માનું છું લવ જેહાદમાં નહીં. મને લાગે છે કે પ્રેમ એક એવી વસ્તુ છે જેને તમે પરિભાષિત કરી શકો નહીં. તેમાં એક જુનૂન જેવી ઘણી વસ્તુઓ હોય છે. આના વચ્ચે કોઈ ધર્મની દીવાલ નથી હોતી. હવે જો એક હિન્દૂ છોકરો કોઈ મુસ્લિમ છોકરીને પ્રેમ કરવા લાગે તો તમે એને રોકી નથી શકતા. તમે પ્રેમ કોઈને પૂછીને નથી કરતા.

અન્ય સમાચારો પણ છે...