તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Saif Ali Khan And Arjun Kapoor Starrer 'Bhoot Police' Will Be Released On September 17, The Makers Announced By Sharing A New Poster Of The Film

અનાઉન્સમેન્ટ:સૈફ અલી ખાન અને અર્જુન કપૂર સ્ટારર 'ભૂત પોલીસ' 17 સપ્ટેમ્બરે રિલીઝ થશે, મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને જાહેરાત કરી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૈફ અને અર્જુન કપૂર 'ભૂત પોલીસ' માં સગા ભાઈના રોલમાં છે
  • ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે

સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડિઝ, અર્જુન કપૂર, અને યામી ગૌતમ સ્ટારર 'ભૂત પોલીસ'ની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. મેકર્સ અને ફિલ્મના સ્ટાર્સે શુક્રવારે 'ભૂત પોલીસ'નું એક નવું પોસ્ટ શેર કરતાં રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ હોરર કોમેડી ફિલ્મના નવા પોસ્ટરમાં સૈફ, જેકલીન, અર્જુન, અને યામી તમામ અતરંગી અવતારમાં જોવા મળી રહ્યા છે. મેકર્સે આ તમામ સ્ટાર્સના આ ફર્સ્ટ લુક પોસ્ટરની સાથે એમ પણ જણાવ્યું છે કે ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.

17 સપ્ટેમ્બરે રિલીઝ થશે 'ભૂત પોલીસ'
ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં યામી ગૌતમે લખ્યું, 'હવે ભૂતોથી ડરવાનો સમય આવી ગયો છે.' 'ભૂત પોલીસ' Disney+ Hotstar પર 17 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. પવર કૃપલાનીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સૈફના કેરેક્ટરનું નામ વિભૂતિ, અર્જુન કપૂરનું નામ ચિરોંજી, યામી ગૌતમનું નામ માયા, જ્યારે જેકલિન ફર્નાન્ડિઝના કેરેક્ટરનું નામ કનિકા હશે. ફિલ્મને રમેશ તૌરાણી, અક્ષય પૂરી અને જયા તૌરાણીએ પ્રોડ્યુસ કરી છે.

આવી છે 'ભૂત પોલીસ'ની કહાની
સૈફ અને અર્જુન કપૂર 'ભૂત પોલીસ' માં સગા ભાઈના રોલમાં છે. બંને દંભી બાબાઓની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં બંનેના પિતાનું નામ ‘અલટબાબા’ છે. અર્જુન ‘અસૂલપસંદ બાબા’ છે, જ્યારે સૈફ અલીનો હેતુ પોતાનો સ્વાર્થ સાધવાનો છે. કહાનીને હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં સેટ કરવામાં આવી છે. કહાની કિચકંડી નામના ભૂતની આસપાસ ફરે છે. દંભી બાબાઓ હકીકતમાં તે કિતકંડી ભૂતને ભગાડવા માટે જ હિમાચલના એક ગામમાં આવે છે.

તેને ત્યાંની લોકવાયકામાંથી લેવામાં આવી છે. કિચકંડી ભૂતની વાર્તાઓ નેપાળના પહાડી વિસ્તારોમાં પણ ઘણી પોપ્યુલર છે. જીવિત હતા ત્યારે તે કિચકંડીની સાથે કોઈના કોઈ પ્રકારનો દુર્વ્યવહાર કરેલો અથવા તો પ્રસવ કે ગર્ભાવસ્થા દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા. ફિલ્મની ટીમે ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ હિમાચલના વિસ્તારોમાં કર્યું, ત્યારબાદ મુંબઈમાં અમુક પેચવર્ક કર્યું, જે જાન્યુઆરી 2021માં પૂરું થઈ ગયું હતું. મે 2021માં તેનું પોસ્ટ પ્રોડક્શન થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...