તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિરંજીવીના ભાણીયાનો રોડ અકસ્માત:સાઈ ધરમ બાઇક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં એડમિટ, હાંસડીમાં ફ્રેક્ચર થયું

મુંબઈ5 દિવસ પહેલા
  • શુક્રવાર, 10 સપ્ટેમ્બરની રાત્રે અકસ્માત સર્જાયો હતો.

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીના ભાણીયા તથા એક્ટર સાઈ ધરમ તેજનો શુક્રવાર, 10 સપ્ટેમ્બરના રોજ બાઇક અકસ્માત થયો હતો. રિપોર્ટ પ્રમાણે, સાઈનો અકસ્માત હૈદરાબાદથી માધાપુરમાં દુર્ગમચેરુવ કેબલ બ્રિજ પાસે થયો હતો. કહેવાય છે કે સાઈ ધરમ સ્પીડમાં સ્પોર્ટ્સ બાઇક ચલાવતો હતો. રસ્તા પર કીચડ હોવાને કારણે તેણે કંટ્રોલ ગુમાવી દીધો હતો અને તેનો અકસ્માત થયો હતો. આ દરમિયાન તેણે હેલમેટ પહેરી હતી અને તેથી જ માથામાં વાગ્યું નહોતું. જોકે, શરીરના અન્ય હિસ્સામાં ગંભીર ઈજા થઈ છે.

સાઈ ઠીક છે, રિકવર થઈ રહ્યો છે
રિપોર્ટ પ્રમાણે, અકસ્માત બાદ સાઈ ધરમ તેજને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પછી તેને અપોલો હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. સાઈના કૉલર-બોન (હાંસડી)માં અકસ્માત થયો છે અને શરીર પર ઈજા થઈ છે. અકસ્માત બાદ એક્ટરની ટીમે કહ્યું હતું, 'સાઈ એકદમ ઠીક છે અને રિકવર થઈ રહ્યો છે. ચિંતા કરવા જેવું નથી. હોસ્પિટલમાં તેની સારવાર થઈ રહી છે.'

હોસ્પિટલે હેલ્થ અપડેટ બહાર પાડી
અપોલો હોસ્પિટલના ડૉક્ટર્સે સાઈ ધરમ તેજની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, 'સાઈ તેજનો અકસ્માત થયા બાદ તેને અપોલો હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ પહેલાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને પછી શિફ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં તેની તબિયત સારી છે. શરૂઆતની તપાસમાં બ્રેન, સ્પાઇન તથા મેજર બૉડી પાર્ટ્સમાં કોઈ ગંભીર ઈજા થઈ નથી. જોકે, શરીર પર થોડી ઈજા થઈ છે અને કૉલર-બોનમાં ફ્રેક્ચર થયું છે. 24 કલાક તે ઓબ્ઝર્વેશનમાં રહેશે.'

રોડ પર કીચડ હોવાને કારણે અકસ્માત થયો
અકસ્માત અંગે માધાપુર પોલીસે કહ્યું હતું, 'સાઈ તેજ કેબલ બ્રિજ પર જતો હતો અને તેની બાઇક સ્લિપ થઈ ગઈ હતી. CCTV ફુટેજમાં આ વાત સામે આવી છે. દુર્ઘટનાનો કેસ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં અન્ય કોઈને ઈજા થઈ નથી. સાઈ તેજે હેલમેટ પહેરી હતી અને દારૂ પીધો નહોતો. રસ્તા પર કીચડ હોવાથી બાઇક સ્લિપ થઈ હતી.'

સો.મીડિયામાં અકસ્માતનો વીડિયો વાઇરલ
સાઈ ધરમનો બાઇક અકસ્માતનો વીડિયો તથા તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. તસવીરો તથા વીડિયોમાં જોઈ શકાય છે કે સાઈને આંખ, છાતી, કમર તથા શરીરના અન્ય ભાગમાં ઈજા થાય છે. અકસ્માતના સમાચાર સામે આવતા સાઈના ભાઈ વૈષ્ણવ તેજ, મામા પવન કલ્યાણ, કઝિન વરુણ તેજ, નિહારિકા તથા સંદિપ કિશન હોસ્પિટલ આવ્યા હતા. અલ્લુ અરવિંદ તથા ચિરંજીવીની પત્ની સુરેખા પણ ત્યાં હાજર હતાં.