સાહિલ ખાનની કન્ટ્રોવર્શિયલ લાઈફ:સાહિલ ખાને સલમાન પર કરિયર ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો, આયેશા શ્રોફે બ્રેકઅપ બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાહિલ ખાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સલમાન ખાન પર ઘણા આરોપ લગાવ્યા હતા
  • આયેશાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સાહિલ ગે છે જેના કારણે તેના છૂટાછેડા થઈ ગયા હતા

બોલિવૂડ એક્ટર સાહિલ ખાનની વિરુદ્ધ મુંબઈમાં મોડલ અને બોડી બિલ્ડરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપ છે કે સાહિલ ખાન લાંબા સમયથી મનોજને હેરાન કરી રહ્યો હતો, જેનાથી કંટાળીને તેને 16 સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ અગાઉ પણ સાહિલ ખાન તેના વિવાદો અને લીગલ મુદ્દાઓને કારણે ચર્ચામાં આવી ગયો છે. જાણો એક્ટર સાથે જોડાયેલા વિવાદો કયા છે-

સલમાન ખાન પર કરિયર ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સાહિલ ખાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સલમાન ખાન પર ઘણા આરોપ લગાવ્યા હતા. એક્ટરે લખ્યું હતું, ઘણા ઓછા લોકોની સાથે જીવનમાં આવું થાય છે કે તેમની પહેલી ફિલ્મ સ્ટાઈલ બાદ ઈન્ડિયાની સૌથી ટોપ ફિલ્મ મેગેઝિનના કવર પર, ઈન્ડિયાના બે સૌથી મોટી સુપરસ્ટારની સાથે હોય. પરંતુ તેમાંથી એક સુપરસ્ટારને બહુ ખરાબ લાગ્યું. જ્યારે હું નવો હતો, તેનો ફેન હતો, કમજોર હતો. તેમ છતાં તે મને ઘણી વખત સાઈડ રોલ માટે બોલવાતો રહ્યો, ટીવી શો માટે પણ બોલાવતો રહ્યો અને પછી ઘણી ફિલ્મોમાંથી મને કાઢી મૂક્યો. નામ મોટું અને દર્શન નાના. વિચારો કોણ છે. મને ફરક નથી પડતો કેમ કે સુશાંત સિંહ રાજપૂતે તેનો વાસ્તવિક ચહેરો બતાવી દીધો છે. દુનિયાના તે લોકો નવા ટેલેન્ટથી કેટલા ડરે છે. 20 વર્ષમાં જ્હોન અબ્રાહમ સિવાય ઈન્ડસ્ટ્રીમાં બીજો કોઈ મોટો સ્ટાર નથી આવ્યો, કોઈ આવવા જ નથી દેતું. માત્ર સ્ટાર કિડ્સને જ કામ મળે છે. આ વિશે વિચારો. તારી આત્માને શાંતિ મળે સુશાંત.

સના ખાનના એક્સ બોયફ્રેન્ડ સાથે મારપીટ કરી હતી
વર્ષ 2014માં સાહિલ ખાને એક્ટ્રેસ સના ખાનના પૂર્વ બોયફ્રેન્ડ ઈસ્માઈલ ખાન સાથે મુંબઈમાં એક જિમમાં ઝઘડો કર્યો હતો. ઝઘડાનું કારણ બંનેની વચ્ચે બિઝનેસ કોન્ટ્રાક્ટ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન સમાચાર આવ્યા કે સના ખાન અને સાહિલની નિકટતાથી ગુસ્સે થઈને ઈસ્માઈલે તેના પર હાથ ઉપાડ્યો હતો, જો કે, તેના અફેરની ચર્ચાઓ માત્ર અફવાઓ જ સાબિત થઈ.

સના ખાનનો પૂર્વ બોયફ્રેન્ડ ઈસ્માઈલ ખાન.
સના ખાનનો પૂર્વ બોયફ્રેન્ડ ઈસ્માઈલ ખાન.

આયેશા શ્રોફની સાથે પ્રાઈવેટ ફોટો સામે આવવા પર વિવાદ થયો
સાહિલ ખાન અને જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે સાથે મળીને એક પ્રોડક્શન કંપની શરૂ કરી હતી જેના હેઠળ ગોવિંદા સ્ટારર ‘જિસ દેશમાં ગંગા રહેતા હૈ’ અને અમિતાભ બચ્ચન-કેટરિના કૈફ સ્ટારર ‘બૂમ’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. પ્રોડક્શન કંપની ફ્લોપ થયા બાદ આયેશાએ સાહિલ ખાનની સામે વર્ષ 2014માં છેતરપિંડીનો કેસ દાખલ કરીને 4 કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો હતો. બદલામાં સાહિલ ખાનના વકીલે કોર્ટમાં સાહિલ અને આયેશાની પ્રાઈવેટ તસવીર બતાવીને એ સાબિત કર્યું હતું કે બંને બિઝનેસ પાર્ટનર હોવા ઉપરાંત એકબીજાની સાથે રિલેશનમાં પણ હતાં અને બ્રેકઅપ બાદ આયેશાએ તેને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

આયેશા શ્રોફ અને સાહિલ ખાન
આયેશા શ્રોફ અને સાહિલ ખાન

છેલ્લાં ઘણાં વર્ષોથી આ કેસની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં ચાલી રહી હતી. જો કે, 16 સપ્ટેમ્બરના રોજ આયેશા અને સાહિલે કોર્ટની બહાર સેટલમેન્ટ કરીને કેસ રદ કરી દીધો છે.

સાહિલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે આયેશાની સાથે રિલેશનમાં હતો પરંતુ બ્રેકઅપ બાદ તે ગિફ્ટ અને પૈસા પાછા માગી રહી હતી. ના પાડવા પર આયેશાએ પ્રોડક્શન કંપનીના નામ પર કેસ દાખલ કર્યો હતો.

સાહિલ પર ગે હોવાનો આરોપ હતો
આયેશા શ્રોફે લીગલ લડાઈ લડતા સાહિલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આયેશાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સાહિલ ગે છે જેના કારણે તેના છૂટાછેડા થઈ ગયા હતા. આયેશાએ જણાવ્યું હતું કે સાહિલની પત્ની નિગારે તેને વાંધાજનક સ્થિતિમાં એક વ્યક્તિની સાથે રંગે હાથે પકડ્યો હતો ત્યારબાદ બંનેના સંબંધો તૂટી ગયા હતા. સાહિલે વર્ષ 2004માં એક્ટ્રેસ અને મોડલ નિગાર ખાનની સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ એક જ વર્ષમાં બંનેનાં લગ્ન તૂટી ગયાં.

સાહિલ ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની નિગાર ખાન.
સાહિલ ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની નિગાર ખાન.

બોલિવૂડમાં સાહિલ ફ્લોપ રહ્યો
‘સ્ટાઈલ’ અને ‘એક્સ્ક્યુઝ મી’ જેવી ફિલ્મોથી પોપ્યુલારિટી મેળવનાર સાહિલ ખાનને ક્યારેય ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન નથી મળ્યું. સાહિલ ‘ડબલ ક્લાસ’, ‘યે હૈ જિંદગી’ અને ‘અલાદ્દીન’ જેવી માત્ર 7 ફિલ્મોમાં જોવા મળ્યો છે, પરંતુ તેમાંથી મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઈ. ફ્લોપ કરિયર હોવા છતાં સાહિલનું ફેન ફોલોઇંગ સારું છે.

2001માં આવેલી ફિલ્મ ‘સ્ટાઇલ’નું પોસ્ટર
2001માં આવેલી ફિલ્મ ‘સ્ટાઇલ’નું પોસ્ટર

સાહિલ સફળ ફિટનેસ ઈન્ફ્લુએન્સર છે
સાહિલ ખાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડ્યા પછી ફિટનેસ બિઝનેસમાં ઝંપલાવ્યું, જ્યાં તેને ઘણી સફળતા મળી. સાહિલ એક સફળ ફિટનેસ ઈન્ફ્લુએન્સર છે જેના જિમની શાખાઓ આખા દેશમાં ફેલાયેલી છે. તે ઉપરાંત એક્ટરની એક મિનરલ વોટર બ્રાન્ડ છે જેનું નામ ‘હંક’ છે.

જિમ્નેશિયમની ચેઇન થકી ફિટનેસના બિઝનેસમાં સાહિલ ખાનને સારી એવી સફળતા મળી
જિમ્નેશિયમની ચેઇન થકી ફિટનેસના બિઝનેસમાં સાહિલ ખાનને સારી એવી સફળતા મળી